એક શહેરમાં ગુસ્સાવાળો યુવક રહેતો હતો, એક દિવસ તેના પિતાએ તેને ખીલીથી ભરેલી એક થેલી આપી અને કહ્યું – જ્યારે પણ તને ગુસ્સો આવે ત્યારે એક ખીલી દીવાલ પર લગાવજે, પહેલા દિવસે તેણે 40 ખીલી દીવાલ પર લગાવી, ત્યારબાદ શું થયું?

એક શહેરમાં ગુસ્સોવાળો યુવક રહેતો હતો. તે નાની-નાની વાત પર ગુસ્સે થઈ જતો હતો અને ગુસ્સામાં બધાને જેમ તેમ કહેવા લાગતો હતો. એક દિવસ તેના પિતાએ તેની આ આદત છોડાવવા માટે તેને એક ખીલીથી ભરેલો થેલો આપ્યો અને કહ્યું કે, જ્યારે પણ તને ગુસ્સો આવે એક ખીલી દીવાલમાં લગાવી દે જે.

યુવકે આવું કરવાનું શરૂ કર્યું. પહેલા દિવસે તેણે 40 ખીલી દીવાલ પર લગાવી. ધીમે-ધીમે દીવાલ પર ખીલીની સંખ્યા વધતી ગઈ. થોડા દિવસ પછી યુવકે વિચાર્યુ કે રોજ-રોજ ખીલી લગાવવા કરતા સારું રહેશે કે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ કરું. પછીના થોડા સપ્તાહમાં તેણે પોતાના ગુસ્સા પર ઘણાઅંશે નિયંત્રણ કરતા શીખી લીધુ.

પછી એક દિવસ એવો પણ આવ્યો કે યુવકે આખા દિવસમાં એક પણ વાર કોઈના ઉપર ગુસ્સો ન કર્યો. તેણે આ વાત તેના પિતાને જણાવી. પિતાએ તેને કહ્યુ – હવે જે દિવસે તું એક પણ વખત ગુસ્સો ન કરે, તે દિવસે એક ખીલી કાઢી નાખજે. યુવકે આવું જ કર્યુ.

ઘણા દિવસ પછી એક દિવસ એવો પણ આવ્યો જ્યારે યુવકે દીવાલમાં લગાવેલી છેલ્લી ખીલી પણ કાઢી નાખી અને પોતાના પિતાને ખુશીથી આ વાત જણાવી.

ત્યારે યુવકના પિતા તેને લઈને દીવાલ પાસે ગયા અને બોલ્યા – દીકરા તે ખૂબ સારું કામ કર્યુ છે પરંતુ શું તું દીવાલમાં પડેલા છિદ્રોને જોઈ શકે છે? હવે આ દીવાલ એવી નથી બની શકતી જેવી પહેલા હતી. જ્યારે તું ગુસ્સામાં કંઈ કહે છે ત્યારે તે શબ્દો પણ આવી જ રીતે સામેવાળી વ્યક્તિના હૃદયમાં ઊંડા ઘાવ છોડી દે છે. એટલે બીજી વખત ગુસ્સો કરતા પહેલા આ વાતનું ધ્યાન કરજે. પિતાની આ વાત સાંભળીને તેને ભૂલનો અહેસાસ થઇ ગયો.

બોધપાઠ

જ્યારે આપણે કોઇ ઉપર ગુસ્સે થઇએ છીએ ત્યારે કેટલીક એવી વાતો પણ કહી દઇએ છીએ જે આપણે ન બોલવી જોઈએ. જે રીતે ધનુષમાંથી નીકળેલું તીર સામે ઊભી વ્યક્તિને ઘાયલ કરી દે છે એવી જ રીતે મોંમાંથી નીકળેવી કડવી વાતો પણ બીજાના મનને દૂભાવે છે. એટલે ગુસ્સો કરવાથી બચવું જોઇએ.

આ પણ વાંચજો – દીકરાને પોતાના મિત્રો ઉપર ખૂબ અભિમાન હતું, પિતાએ રાતે 2 વાગે દીકરાના મિત્રના ઘરનું બારણું ખખડાવ્યું અને તેના પછી પોતાના મિત્રના ઘરે ગયા, ત્યાં એવું બન્યું કે દીકરાનું અભિમાન તૂટી ગયું. જાણો શું થયું હતું.

Leave a Reply

error: Content is protected !!