એક સંત પોતાના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે, પતિ-પત્ની ઝગડી રહ્યાં હતાં અને જોર-જોરથી બૂમો પાડી રહ્યાં હતાં, આ જોઇ સંતે તેમના શિષ્યોને પૂછ્યું કે લોકો ગુસ્સામાં બૂમો કેમ પાડે છે? જાણો શિષ્યોએ શું જવાબ આપ્યો

એક સંત પોતાના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે, પતિ-પત્ની વાત કરતાં-કરતાં એકબીજા પર ગુસ્સે થઈ ગયાં અને જોર-જોરથી બૂમો પાડવા લાગ્યાં. આ જોઇને સંતે શિષ્યોને પૂછ્યું કે, ગુસ્સામાં લોકો એકબીજા પર ગુસ્સે કેમ થાય છે?

– બધા શિષ્યો થોડીવાર વિચારતા રહ્યા, ત્યારબાદ એકે જવાબ આપ્યો કે ગુસ્સામાં લોકો શાંતિ ખોઇ બેસે છે. આ કારણે તેઓ જોર-જોરથી બૂમો પાડે છે.

– ત્યારબાદ ગુરૂએ કહ્યું, પરંતુ સામેની વ્યક્તિ આપણી સામે જ ઊભી છે, તો પછી બૂમો પાડવાની શું જરૂર છે? જે કહેવું હોય એ ધીરેથી પણ કહી શકે છે.

– કેટલાક બીજા શિષ્યોએ પણ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંતને સંતોષ ન થયો.

– ત્યારબાદ સંતે શિષ્યોને સમજાવ્યું કે, જ્યારે બે લોકો એકબીજાથી નિરાશ થાય છે ત્યારે દિલ એકબીજાથી નિરાશ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં તેઓ એકબીજાનો ધીમો અવાજ સાંભળી જ નથી શકતા.

– લોકો જેટલા વધારે ગુસ્સે થશે, તેમની વચ્ચે અંતર એટલું જ વધારે વધી જશે અને તેમને એટલું જ જોરથી બોલવું પડશે.

– સંતે આગળ કહ્યું કે, જ્યારે પતિ-પત્ની કે બે લોકો પ્રેમમાં હોય છે, ત્યારે બૂમો નથી પાડતાં અને ધીરે-ધીરે વાત કરે છે, કારણકે તેમનાં દિલ નજીક હોય છે. તેમની વચ્ચે અંતર નથી હોતું.

– સંતને તેમના શિષ્યોએ જણાવ્યું કે, જ્યારે પતિ-પત્ની એકબીજાને બહુ પ્રેમ કરતાં હોય, ત્યારે તેઓ બોલતાં પણ નથી, માત્ર એકબીજા તરફ જુએ છે અને સામેની વ્યક્તિ મનની વાત સમજી જાય છે.

આ પણ વાંચજો – મહિલાને સમુદ્રના કિનારે રેતી પર મળ્યો ચમકતો પથ્થર. તે હીરો હતો. મહિલાએ ચુપચાપ તેને પોતાના પર્સમાં મૂકી દીધો. આગળ વૃદ્ધ વ્યક્તિએ તેની સામે હાથ ફેલાવ્યો અને બોલ્યો- શું તું મારી મદદ કરી શકે છે? તે મહિલાએ હિરો વૃદ્ધ વ્યક્તિને આપી દીધો. જાણો મહિલાએ શા માટે કિંમતી હીરો વૃદ્ધને આપી દીધો?

Leave a Reply

error: Content is protected !!