સંત કબીરનો એક એવો ચર્ચિત પ્રસંગ, જેમાં છુપાયેલા છે સુખી લગ્નજીવનના સૂત્ર

સંત કબીરના જીવન સાથે જોડાયેલાં એવા અનેક પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. જો આ સૂત્રોને પોતાના વ્યવહારમાં ઊતારી લેવામાં આવે તો આપણી અનેક સમસ્યાનો અંત આવી જાય. અહીં જાણો સંત કબીરનો એક એવો ચર્ચિત પ્રસંગ જેમાં સુખી લગ્નજીવનના સૂત્ર છુપાયેલો છે.

એક પ્રસંગમાં બતાવ્યાં પ્રમાણે સંત કબીર રોજ પ્રવચન આપતાં હતાં, આસપાસના ગામના અનેક લોકો તેમની વાતો સાંભળવા આવતાં હતાં. એક દિવસ પ્રવચન પૂરું થયાં પછી એક માણસે કબીરજીને પૂછ્યું કે મારી પત્ની સાથે રોજ મારો ઝઘડો થાય છે. મારી સમસ્યા કેવી રીતે દૂર થઈ શકે?

પતિ-પત્નીએ એકબીજાની ભૂલો સુધારવી જોઈએ, ત્યારે જ લગ્નજીવન સુખી રહી શકે છે

કબીર થોડીવાર ચૂપ રહ્યાં, પછી તેમને પોતાની પત્નીને કહ્યું કે ફાનસ સળગાવીને લઈ આવ, પત્નીએ એમ જ કર્યું. તે માણસ વિચારવાં લાગ્યો કે બપોરનો સમય છે, અત્યારે કબીરજીએ ફાનસ કેમ સળગાવીને મંગાવી છે? થોડીવાર પછી કબીરે પોતાની પત્નીને કહ્યું કે થોડી ગળી મીઠાઈ આપી જા. આ વખતે તેમની પત્નીને ગળી મીઠાઈ આપવાને બદલે ફરસાણ આપીને ચાલી ગઈ.

કબીરે એ માણસને પૂછ્યું કે તમે તારી સમસ્યાનો ઉકેલ મળ્યો કે નહીં?

તે માણસ બોલ્યો કે ગુરુજી મને કંઈ સમજ ન પડી, તમે તો અત્યાર સુધી કોઈ જ ઉપાય બતાવ્યો નથી.

કબીરજીને કહ્યું કે જ્યારે મેં મારી પત્ની પાસે ફાનસ મંગાવી તો તે બોલી શકતી હતી કે ભરબપોરમાં ફાનસની શું જરૂર છે? પરંતુ તેણે કંઈ પૂછ્યું નહીં. તેને વિચાર્યું કે જરૂર કોઈ કામ માટે ફાનસ મંગાવ્યું હશે. એટલા માટે તે ચુપચાપ આપીને જતી રહી.

થોડીવાર પછી મેં મારી પત્ની પાસે મીઠાઈ મંગવાઈ તો ફરસાણ આપીને જતી રહી. બની શકે કે ઘરમાં કોઈ મીઠાઈ ન હોય, એમ વિચારીને હું ચૂપ રહ્યો.

કબીરજીએ કહ્યું કે પતિ-પત્નીની વચ્ચે તાલમેળ હોવો ખૂબ જરૂરી છે. બંનેએ એકબીજાની લાગણીઓ સમજવી જોઈએ. પરિસ્થિતિ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ અને વાદ-વિવાદથી બચવું જોઈએ. તે વ્યક્તિ સમજી ગયો કે કબીરજીએ આ બધું તેને સમજાવવાં માટે જ કર્યું હતું.

કબીરજીએ કહ્યું કે જો પત્ની દ્વારા કોઈ ભૂલ થઈ જાય તો પતિએ તેને સુધારી લેવી જોઈએ. આ જ સુખી અને સફળ જીવનનું સૂત્ર છે.

Leave a Reply

error: Content is protected !!