એક વખત સ્વામી વિવેકાનંદજીને એક વ્યક્તિએ પૂછ્યુ કે સ્વામીજી, આ સંસારમાં માતાને સૌથી વધુ મહત્વ કેમ આપવામાં આવ્યું છે?
– સ્વામીજીએ હસીને તે વ્યક્તિને કહ્યુ કે પહેલા તું એક પાંચ સેરનો પથ્થર એક કપડાંમાં વીટીને કમરમાં બાંધી લે. તેના પછી કાલે મને મળવા આવજે, હું તારા પ્રશ્નનો જવાબ આપીશ.

સ્વામી વિવેકાનંદજીને એક વ્યક્તિએ પૂછ્યુ કે સ્વામીજી આ સંસારમાં માતાને સૌથી વધુ મહત્વ કેમ આપવામાં આવ્યું છે? ત્યારે સ્વામીજીએ જણાવ્યુ કે માતા કેમ મહાન હોય છે?
– તે વ્યક્તિએ સ્વામીજીની આજ્ઞાનું પાલન કર્યુ અને કમર પર એક પથ્થર બાંધી લીધો. તેના થોડી જ વાર પછી તે પાછો સ્વામીજી પાસે પહોંચ્યો અને બોલ્યો કે ગુરુજી તમને એક પ્રશ્ન પૂછવા પર આટલી મોટી સજા કેમ આપી?
– સ્વામીજીએ કહ્યુ કે તું આ પથ્થરનો ભાર થોડા કલાક પણ ન ઉપાડી શક્યો જ્યારે એક માતા પોતાના બાળકને નવ મહિના પોતાના ગર્ભમાં રાખે છે. આખા ઘરનું કામ કરે છે ક્યારેય પણ પોતાના કામથી પાછળ નથી ખસતી, થાક લાગવા પર પણ હસતી રહે છે. સંસારમાં માતાથી વિશેષ કોઈ અન્ય સહનશીલ નથી હોતું એટલે માતાને મહાન માનવામાં આવે છે.
કથાનો બોધપાઠ
આ નાનકડી કથાથી શીખવા મળે છે કે આપણે આપણી માતાની સાથે જ બધી મહિલાઓનું પૂરેપૂરું સન્માન કરવું જોઈએ. મહિલાઓની સહનશીલતા પૂજનીય અને સન્માનીય છે. ક્યારેય પણ કોઈ મહિલા અને કોઈની માતાનું અપમાન ન કરવું જોઈએ.