મંદિર હોય કે ઘર પણ પૂજાના સમયે આપણે ભગવાની પરિક્રમા ચોક્કસ કરીએ છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણએ શા માટે ભગવાનની પરિક્રમા કરીએ છીએ? પરિક્રમા કરવાથી કયા પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે? અને ભગવાનની કેટલી પરિક્રમા કરવી જોઈએ?
પ્રદક્ષિણા કરવા પાછળ પ્રાચીન ગ્રંથોથી લઈને અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે
હકીકતમાં ભગવાનની પરિક્રમાનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે. વિદ્ધાનોના મતે ભગવાનની પરિક્રમાથી અક્ષય પુષ્ણની પ્રાપ્તિ થાય છે. સુરક્ષા પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે. પરિક્રમા કરવાથી વ્યવહારિક અને વૈજ્ઞાનિક રીતે વાસ્તુ અને વાતાવરણમાં ફેલાયેલી હકારાત્મક ઊર્જા સાથે જોડાયેલ છે.
મંદિરમાં ભગવાનની મૂર્તિ ચારેય તરફ હકારાત્મક ઊર્જાથી ઘેરાયેલ હોય છે. અહી મંત્રોનું ઉચ્ચારણ, શંખ, ઘંટ વગેરે અવાજોથી હકારાત્મક ઊર્જા પેદા થયેલી હોય છે. આપણે ભગવાનની મૂર્તિની પરિક્રમા એટલા માટે કરીએ છીએ કે, આપણે પણ થોડીવાર માટે આ હકારાત્મક ઊર્જાની વચ્ચે રહીએ અને અહીં આ હકારાત્મક ઊર્જા આપણી ઉપર અસર પાડે.
તેનું એક મહત્વ એ પણ છે કે ભગવાનમાં જ સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે તેનાથી જ સમગ્ર જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. ભગવાનની પરિક્રમા કરી આપણે સમગ્ર સૃષ્ટિની પરિક્રમા કરી દીધી એવું માની શકીએ છીએ.
પરિક્રમા દરમિયાન કંઈ વાતોનું ધ્યાન રાખશોઃ-
ધર્મમાં આસ્થા રાખનારા અનેક લોકો એવા પણ જોવા મળે છે કે જેઓ પૂજા-પાઠના ઉપાયોમાં તન, મન અને શરીર એટલા ખોવાઈ જાય છે કે સાંસારિક જીવન માટે મહત્વના કર્મ અને કર્તવ્યોથી દૂર થઈ જાય છે. જ્યારે બધા ધર્મશાસ્ત્રમાં અલગ-અલગ પ્રકારે આ વાત ઉપર ભાર આપવામાં આવ્યો છે કે દેવપૂજાની સાર્થકતા પુરુષાર્થ(ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ના જરૂરી કર્મને અપનાવવામાં જ છે.
હિન્દુ ધર્મગ્રંથમાં ગીતામાં આપેલ શીખ પણ સ્પષ્ટ કરે છે કે સાંસારિક કર્તવ્યોને પૂરાં કરતા જવા તે પણ દેવપૂજા જેવું જ છે. એટલા માટે જ જે લોકો કર્મના સંકલ્પની સાથે દેવ સ્મરણ દ્વારા સુખ-સફળતા ઈચ્છતા હોય, તેમની માટે અહીં બતાવેલ દેવ ભક્તિના ઉપાયોમાં દેવાલયમાં દર્શન દરમિયાન દેવ પરિક્રમામાં ધ્યાન રાખવા યોગ્ય એ જરૂરી વાતો જેનાથી ઝડપથી શુભ ફળ પ્રાપ્ત થાય છે…
-કોઈપણ દેવી-દેવતા કે મંદિરની પરિક્રમાની શરૂઆત દેવ-વિશેષના કોઈપણ મંત્ર સ્તુતિ કે પ્રાર્થનાથી કરો.
-આસ્થાની સાથે દેવી-દેવતા વિશેષનું નામ સ્મરણ કરીને ધીરે-ધીરે ચાલતા-ચાલતા પરિક્રમા કરો. પરિક્રમા કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે ગર્ભગૃહને ન અડકાય.
કયા દેવતાની કેટલી પરિક્રમા કરવી જોઈએ..
-શાસ્ત્રોક્ત પરંપરાઓમાં દેવી-દેવતા વિશેષની પરિક્રમાની નક્કી સંખ્યા પણ બતાવી છે. જેવા કે શિવ કે શિવલિંગની અડધી પરિક્રમા, ભગવાન વિષ્ણુની ચાર, દેવીની 1 પરિક્રમાનું મહત્વ બતાવ્યું છે. પરંતુ સુવિધા માટે દેવતાઓની પરિક્રમા સમ સંખ્યા જેમ કે 2, 4 અને દેવીઓની વિષમ સંખ્યા જેમ કે 1 અને 3ની સંખ્યામાં કરવાની પણ માન્યતા છે.
-પરિક્રમા દરમિયાન દેવતાની પીઠ તરફ પહોંચીને અટકીને દેવ વિશેષને પ્રણામ કરો.
-દરેક પરિક્રમા પછી દેવી-દેવતાની સામે અટકીને પ્રણામ કરો અને છેલ્લી પરિક્રમામાં મન્નત માંગો.
ચરણામૃત લેવાનું શું મહત્વ હોય છે…..
-જમણા હાથમાં ચરમામૃત લઈને એ હાથની મધ્યમા આંગળી તથા અનામિકાના અગ્રભાગની હથેળીને અડકીને, બંને આંગળીઓથી આંખોને પણ અડકો અને કપાળથી માથા તરફ ઘુમાવો.
-મંદિરમાં થોડીવાર બેસીને ભગવાનનું નામ લો અને પ્રસાદ લો.
મંદિર પરિસરમાં ઊભા રહીને મંદિરના કળશને પ્રણામ કરી દેવાલયથી બહાર નિકળો, આ પાપનાશક ઉપાય પણ માનવામાં આવે છે.
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– 卐 નાગપાંચમે નાગની પૂજા કેમ કરવામાં આવે છે?
– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?
– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?
– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?
– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?
– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો
– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન
– પ્રભુને નૈવેધ (થાળ) કે રાજભોગ રોજ કેમ ધરાવવામાં આવે છે ?
– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?
– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ
– લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો