મૃત્યુને મહાત આપતા મહામૃત્યુંજય મંત્ર વિશે ભાગ્યેજ કોઈ અજાણ હશે. અનેક લોકો દૈનિક પ્રાર્થનામાં પોતાની તેમજ પરિવારની સુખાકારી માટે તે કરતાં હોય છે. કહેવાય છે કે આ મંત્ર ખાસ છે. જેના જાપથી અનેક ફાયદાઓ થાય છે. શું છે આ શક્તિ, આખરે કેવી રીતે થઈ આ મંત્રની ઉત્પતિ.. જાણો એ વિશે.. અહિં..
પણ એ પહેલાં તમને જણાવી દઈએ કે અનેક લોકો કહે છે કે આ મંત્ર નથી ફળતો, તો તેમાં મંત્રનો વાંક નથી. પણ બની શકે કે તમે ખોટું ઉચ્ચારણ કરતાં હોય. અથવા તો પૂરો સાચો મંત્ર ન બોલતા હોય. તો પૂરો સાચો મંત્ર બીજ સહિત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે તો ફળ મળ્યા વગર રહેતું નથી.
મહા મૃત્યુંજય મંત્રની ઉત્પતિની કથા
પૌરાણિક સમયમાં મૃકન્ડ નામના એક ઋષિ ભગવાન શિવ શંકરના અનન્ય ભક્ત હતા. તે તેમની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી નિયમિત રીતે ઉપાસના કરતાં હતા. તેમને કોઈ સંતાન ન હતું. તે જાણતા હતા કે જો દેવાધિદેવ મહાદેવની તેમની પર કૃપા થઈ જાય તો તેમને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે…
આ વિચાર મનમાં રાખીને તેઓ ભગવાન શિવને પૂર્ણ શ્રદ્ધાથી ભજવા લાગ્યા. તેમણે ઘોર તપ કર્યું. તે ઈચ્છતા હતા કે ભગવાન શિવ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને વરદાન માંગવા કહે. વાસ્તવમાં તેવું જ થયું. એક દિવસ ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ઋષિએ મહાદેવ પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું. ભગવાન શિવશંકરે વિધિવા વિધાનથી વિપરિત જઈને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપી દીધું. આમછતાં ભગવાન શંકરે તેમને ચેતવણી આપતા કહ્યું કે આ વરદાનની સાથે દુઃખ પણ સંકળાયેલું હશે.
આમછતાં પુત્ર પ્રાપ્તિની ઝંખનાને પગલે ઋષિએ તે વરદાનનો સ્વીકાર કર્યો. ભોળાનાથના આશીર્વાદથી મૃકન્ડ ઋષિને પુત્રની પ્રાપ્તિ થઈ. તેમણે તેમના પુત્રનું નામ માર્કણ્ડેય રાખ્યું. જ્યોતિષીઓએ જ્યારે આ બળકની કુંડળી જોયી તો ઋષિ પત્નીને જણાવ્યું કે આ બાળક વિલક્ષણ હશે છતાં અલ્પઆયુ નિવડશે. એટલે કે આ બાળકનું કેવળ 12 વર્ષની ઉંમરે મૃત્યુ થશે. આટલું સાંભળતાં જ ઋષિની ખુશી દુઃખમાં પરિવર્તિત થઈ ગઈ. આમછતાં તેમણે હિંમત ન હારી. તેમણે પોતાની પત્નીને સમજાવ્યું કે જે ભોળાનાથે તેમને એને વરદાન રૂપમાં પુત્ર ભેટ કર્યો છે તો તે જ તેમની રક્ષા કરશે.
ધીરે ધીરે ઋષિ પુત્ર માર્કણ્ડેય મોટાં થવા લાગ્યા. તેમણે પિતા પાસેથી શિવમંત્રની દીક્ષા લીધી. તે તેનો નિત્ય જાપ કરવા લાગ્યા. એક દિવસ તેમની માતાએ દુઃખી થઈને પૂછ્યું કે તેને જણાવી દીધું કે તેનું આયુષ્ય માત્ર 12 વર્ષનું જ છે. જ્યારે બાળ ઋષિને આ વાતની જાણ થઈ તો તેમણે પ્રણ લઈ લીધું કે તે પોતાના માતા-પિતાની ખુશી માટે ભોળાનાથ પાસેથી દીર્ધાયુ થવાનું વરદાન પ્રાપ્ત કરશે.
એ પછી એ બાળ ઋષિએ એક મંત્રની રચના કરી. તેને નિત્ય શિવ મંદિરમાં બેસીને જાપ કરવા લાગ્યા. અનેક મંત્રોચ્ચાર પછી એ મંત્ર સિદ્ધ થઈ ગયો. આ મંત્ર હતો….
ૐ ત્ર્યમ્બકમ્ યજામહે સુંગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમેવ બન્ધનાત્ મૃત્યોર્મુશ્રીય મામ્રતાત્ ||
આ મંત્ર એ મૃત્યુંજય મંત્ર છે. તેની આગળ પાછળ બીજ લગાવવાથી તે મહામૃત્યુંજય મંત્ર બને છે. આ મંત્ર પૂર્ણ વિધિવિધાન સાથે હોમ હવન સાથે સવાલાખથી વધું કર્યા પછી તે સિદ્ધ થાય છે.
ૐ હુમ્ જૂમ સઃ ત્ર્યમ્બકમ્ યજામહે સુંગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમેવ બન્ધનાત્ મૃત્યોર્મુશ્રીય મામ્રતાત્ સઃ જૂમ હૂમ ૐ ||
બાળ માર્કણ્ડેય પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શીવની આ મંત્ર થકી આરાધના કરવા લાગ્યા. જ્યારે નિયતીનો સમય પાકી ગયો ત્યારે તેઓ જ્યારે 12 વર્ષના થયા ત્યારે યમના દૂતો તેમને લેવા માટે આવ્યા. પણ બાળ માર્કણ્ડેય તો ભગવાન શિવની ભક્તિમાં ધ્યાનસ્થ હતા. તે પોતાના અખંડ જાપ પૂરા કરવાના સંકલ્પમાં લાગેલા હતા. યમના દૂતો તેમના જાપ પૂરા થવાની રાહ જોવા લાગ્યા. બાળકનું ધ્યાન તૂટ્યું નહિં. તે એકલીન થઈને શીવ આરાધનમાં મગ્ન હતા. યમદૂતોએ પાછા આવીને યમરાજને જણાવ્યું કે બાળકના પ્રાણ ખેંચવાનું સાહસ તેઓ ન કરી શક્યા. કારણ કે બાળક સુધી પહોંચવું તેમને અઘરું લાગ્યું.
આ સાંભળીને યમરાજ ક્રોધિત થઈ ગયાં. તેમણે કહ્યું કે એ બાળકના પ્રાણ હું લઈને આવીશ. તે એ બાળક પાસે પહોંચી ગયા. બાળકને શું થયું કે તે જોરશોરથી મૃત્યુંજય મંત્રના જાપ કરતાં શિવલિંગને વળગી પડ્યાં. યમરાજે જોયું તો બાળક તો શિવલિંગને વળગીને મંત્રોચ્ચાર કરવામાં લીન હતો.
યમરાજે તેને શિવલિંગથી ખેંચવાની કોશિશ કરી. ત્યારે જોરદાર હુંકાર થયો અને મંદિર કાંપવા લાગ્યું. સાથે જ મહાકાળ પ્રગટ થયા. તેમણે ક્રોધિત થઈને યમરાજાને કહ્યું કે તું મારી સાધનામાં લીન ભક્તને પરેશાન કરવાનું દુઃસાહસ કેવી રીતે કર્યું ?
મહાકાળના ક્રોધને જોઈને યમરાજ પણ કાંપવા લાગ્યા. તેમણે કહ્યું કે પ્રભુ હું તો આપનો સેવક છું. આપે જ મને નિયત સમયે જીવ માત્રના પ્રાણ હરી લેવાનો હક મને આપ્યો છે. આ બાળકનો તમારા વરદાન પ્રમાણે સમય થઈ ગયો છે. તેથી હું તેના પ્રાણ લેવા આવ્યો છું.
યમરાજના મધુર વાક્યો સાંભળીને શિવનો ક્રોધ થોડો શાંત થઈ ગયો. તેમણે કહ્યું કે તારી વાત બરોબર છે પણ હું આ બાળકની ભક્તિ અને સ્તુતિથી ખુબ જ પ્રસન્ન થયો છું. તેથી હું તેને દીર્ધાયુ થવાનું વરદાન આપું છું. આથી હવે તું તેના પ્રાણ લઈને ન જઈ શકે.
યમરાજે મહાદેવને પ્રણામ કર્યાં. કહ્યું કે પ્રભુ આપની યાજ્ઞા સર્વોપરી છે. હું આજે તું શું ક્યારેય આપના ભક્ત માર્કણ્ડેય દ્વારા રચિત મહામૃત્યુજય મંત્રના પાઠ કરશે તેમને ત્રાસ નહિં આપું.
આવી રીતે મહાકાળની કૃપાથી માર્કેણ્ડેય દીર્ધાયુ થઈ ગયા. તેમણે એક એવા મંત્રની રચના કરી જેના પાઠ કરવાથી કાળને પણ હરાવી શકાય છે.
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– માર્કંડેય મુનિની તપસ્યા તથા વરપ્રાપ્તિ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો