પ્રાચીન સમયમાં સાધુ-સંતોની પોતાની એક મર્યાદા હતી અને તેઓ એ મર્યાદા અનુસાર જ વ્યવહાર પણ કરતા હતા, પરંતુ સમય પસાર થવાની સાથે સાધુ-સંત કુટિરમાંથી લગ્ઝરી કાર સુધી પહોંચી ગયા છે. ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિતમાનસમાં કળયુગમાં સાધુ-સંતોનો વ્યવહાર કેવો રહેશે, તે વિશે વિસ્તારપૂર્વક લખવામાં આવ્યું છે.
1. मारग सोई जा कहुं जोई भावा। पंडित सोई जो गाल बजावा।।
मिथ्यारंभ दंभ रत जोई। ता कहुं संत कहइ सब कोई।।
અર્થ: જેને જે ગમે તે જ માર્ગ. જે ફાંકા-ફોજદારી કરે તે જ પંડિત કહેવાશે. જે આડંબરમાં રાચશે એ જ સંત કહેવાશે.
2. निराचार जो श्रुति पथ त्यागी। कलिजुग सोइ ग्यानी सो बिरागी।।
અર્થ: જે આચારહીન હશે અને વેદમાર્ગ છોડી દેશે તેજ કળયુગમાં જ્ઞાની કહેવાશે. જેના મોટા-મોટા નખ હશે, લાંબા વાળ હશે, તે જ કળયુગમાં તપસ્વિ કહેવાશે.
3. असुभ बेष भूषन धरें भच्छाभच्छ जे खाहिं।
तेइ जोगी तेइ सिद्ध नर पूज्य ते कलिजुग माहिं।।
અર્થ: જે અમંગળ વેશભૂષા ધારણ કરશે, ભક્ષ્ય-અભક્ષ્ય (ખાવા યોગ્ય અને ન ખાવા યોગ્ય) બધુ જ ખાશે, તે યોગી, સિદ્ધ અને પૂજનીય કહેવાશે.
4. बहु दाम संवाहरिं धाम जती। बिषया हरि लीन्हि न रहि बिरती।।
तपसी धनवंत दरिद्र गृही। कलि कौतुक तात न जात कही।।
અર્થ: સંન્યાસી બહુ ધન ખર્ચી ઘર સજાવશે, તેમનામાં વૈરાગ્ય નહીં રહે. તપસ્વી ધનવાન રહેશે અને ગૃહસ્થ ગરીબ.
5. गुर सिष बधिर अंध का लेखा। एक न सुनइ एक नहिं देखा।।
અર્થ: શિષ્ય અને ગુરૂમાં આંધરા-બહેરાનો હિસાબ રહેશે. એક શિષ્ય ગુરૂના ઉપદેશને નહીં સાંભળે, એક ગુરૂ જ્ઞાન નહીં પીરસે.
6. हरइ सिष्य धन सोक न हरई। सो गुर घोर नरक मुहं परई।।
અર્થ: જો ગુરૂ શિષ્યના ધનનું હરણ કરશે, તો ઘોર નરકમાં સડશે.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– આગમવાણીના ભવિષ્યવેતા દેવાયત પંડિત
– પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન વેદવ્યાસે ભાગવત્માં કરેલી આગાહીઓ આજે સાચી પડે છે !
– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ
– ભવિષ્યમાં શું થવાનું છે એવી વિદ્યાનું ભણતર
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો