જનોઈ કેમ ધારણ કરવામાં આવે છે? જાણો તેની પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, તેમાંથી એક છે યજ્ઞોપવિત સંસ્કાર. શું તમે જાણો છો કે આ પરંપરાનું માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહી બલકે વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વ છે. સામાન્ય ભાષામાં જનોઈ એક એવી પરંપરા છે, જેના પછી જ કોઈ પુરૂષ પારંપરિક રીતે પૂજા અથવા ધાર્મિક કામમાં ભાગ લઈ શકે છે. પ્રાચીનકાળમાં જનોઈ ધારણ કર્યા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો હતો.

જનોઈને ઉપવીત, યજ્ઞસૂત્ર, વ્રતબંધ, બળબંધ, મોનીબંધ અને બ્રહ્મસૂત્ર પણ કહેવામાં આવે છે. વેદોમાં પણ જનોઈ ધારણ કરવાની અમુક શિખામણ આપવામાં આવી છે. તેને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. ‘ઉપનયન’નો અર્થ છે, પાસે અથવા નજીક લઈ જવું. અહીં નજીક લઈ જવાનો અર્થ બ્રહ્મ (ઈશ્વર) અને જ્ઞાનની નજીક લઈ જવાથી છે.

ધાર્મિક કારણો

જનોઈ શું છે?

તમે જોયું હશે કે ઘણા લોકો ડાબા ખભાથી જમણી તરફ એક કાચો દોરો વીટે છે. આ દોરાને જનોઈ કહેવામાં આવે છે. જનોઈ ત્રણ દોરાવાળું એક સૂત્ર હોય છે. તેને સંસ્કૃત ભાષામાં ‘યજ્ઞોપવીત’ કહેવામાં આવે છે. આ સૂતરથી બનેલો પવિત્ર દોરો હોય છે, જેને વ્યક્તિ ડાબા ખભા તરફથી જમણી તરફ નીચે પહેરે છે એટલે કે તેને ગળામાં એ રીતે નાખવામાં આવે છે કે તે ડાબા ખભા ઉપર રહે.

ત્રણ સૂત્ર કેમ?

જનોઈમાં મુખ્ય રૂપથી ત્રણ સૂત્ર હોય છે, દરેક સૂત્રમાં ત્રણ દોરા હોય છે. પહેલો દોરો તેમાં ઉપસ્થિત ત્રણ સૂત્ર ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. બીજો દોરો દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણને દર્શાવે છે અને ત્રીજો દોરો સત્વ, રજ અને તમનો રૂપ છે. ચૌથો ગાયત્રી મંત્રના ત્રણ ચરણોને દર્શાવે છે. પાંચમો ત્રણ આશ્રમોનું પ્રતીક છે. સંન્યાસ આશ્રમમાં યજ્ઞોપવિતને ઉતારી દેવામાં આવે છે.

નવ તાર

યજ્ઞોપવિતના એક-એક તારમાં ત્રણ-ત્રણ તાર હોય છે. આ રીતે કુલ તારની સંખ્યા નવ હોય છે. આ નવ દોરા એક મુખ, બે નાસિકા, બે આંખ, બે કાન, મલ અને મૂત્રના બે દરવાજા આ તમામને વિકાર રહિત રાખવા માટે હોય છે.

પાંચ ગાંઠ

યજ્ઞોપવિતમાં પાંચ ગાંઠ લગાવવામાં આવે છે જે બ્રહ્મ, ધર્મ, અર્ધ, કામ અને મોક્ષનું પ્રતીક છે. આ પાંચ યજ્ઞો, પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને પંચ કર્મોને પણ દર્શાવે છે.

જનોઈની લંબાઈ

યજ્ઞોપવિતની લંબાઈ 96 આંગળ હોય છે. તેનો અર્થ એ છે કે જનોઈ ધારણ કરનારને 64 કળાઓ અને 32 વિધાઓને શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. ચાર વેદ, ચાર ઉપવેદ, છ અંગો, છ દર્શન, ત્રણ સૂત્રગ્રંથ, નવ અરણ્યક મળાવીને કુળ 32 વિધાઓ હોય છે.

વૈજ્ઞાનિક લાભ

વૈજ્ઞાનિક રીતે જનોઈ ધારણ કરવાના ઘણાય લાભ છે. ધાર્મિક રીતે નિત્યકર્મ કરતા પહેલા જનોઈને બે કાન ઉપર કસીને બે વખત વીટવું ફરજીયાત છે. વાસ્તવમાં, આવું કરવાથી કાનની પાછળની બે નસો, જેમનો સંબંધ પેટના આંતરડા સાથે હોય છે તેના ઉપર દબાણ નાખીને તેને પૂરું ખોલી દે છે, જેનાથી કબ્જીયાતની સમસ્યા નથી થતી અને શરીર સ્વસ્થ રહે છે. કાનની પાસે જ એક નસથી મલ-મૂત્ર વિસર્જનના સમયે અમુક દ્રાવ્ય નીકળે છે.

જનોઈ તેના વેગને રોકી દે છે, જેનાથી કબ્જીયાત, એસિડિટી, પેટથી સંબંધિત રોગ, બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત અન્ય સંક્રમણ નથી થતા. જનોઈ પહેરવાવાળા વ્યક્તિ નિયમોમાં બંધાયેલા હોય છે. એ નિત્યકર્મ પછી પોતાની જનોઈ ઉતારી નથી શકતો, જ્યાં સુધી તે હાથ-પગ ન ધોઈ લે એટલે તે સરખી રીતે પોતાની સફાઈ કરીને જ પોતાની જનોઈ કાન ઉપરથી નીચે ઉતારી શકે છે. આ સફાઈ તેને દાંત, મુખ તથા પેટના રોગો સહિત જીવાણુંઓથી બચાવે છે. જનોઈનો સૌથી વધુ લાભ હૃદયના દર્દીને થાય છે.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું શું છે મહત્વ?

– ૐ શા માટે ભગવાન શિવનું પ્રતિક છે?

– સાધુઓની ધૂણી શું હોય છે? જાણો મહત્વ અને રોચક વાતો

– સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે?

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

– લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!