એક મહિલાએ સ્વામી વિવેકાનંદજીને કહ્યું કે મારી એક આંખ ખૂબ ફડકી રહી છે, લાગે છે કંઈક ખોટું થવાનું છે, કૃપા કરી કોઈ ઉપાય જણાવો, જાણો સ્વામીજીએ શું જવાબ આપ્યો?

વિવેકાનંદજી જન્મ 12 જાન્યુઆરી 1863ના કોલકાતામાં થયો હતો. પહેલા તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતુ. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામીજીની મૃત્યુ 4 જુલાઈ, 1902ના થઈ હતી. સ્વામી વિવેકાનંદના જીવનના અનેક એવા પ્રસંગ છે, જેનાથી સુખી અને સફળ જીવનની પ્રેરણા મળે છે. અહીં જાણો એક એવો પ્રસંગ, જેમાં કર્મનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

એક મહિલાએ સ્વામી વિવેકાનંદને કહ્યું કે સ્વામીજી થોડા દિવસથી મારી એક આંખ ખૂબ ફડકી રહી છે, એવું લાગે છે કંઈક અશુભ થવાનું છે. મને કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી આ અપશુકન ટાળી શકાય.

મહિલાની વાત સાંભળી વિવેકાનંદે કહ્યુ કે દેવી, મારી નજરમાં તો શુભ અને અશુભ કંઈ નથી. જીવનમાં સારી અને ખરાબ બંને પ્રકારની ઘટનાઓ થાય છે. લોકો તેને પોતાના વિચાર મુજબ શુભ-અશુભ માની લે છે.

આ વાત સાંભળીને મહિલાએ કહ્યું કે સ્વામીજી મારા પાડોસીઓને ત્યાં કાયમ સુખ બન્યું રહે છે. જ્યારે મારા ઘરે કંઈકને કંઈક અશુભ થતું રહે છે.

સ્વામી વિવેકાનંદે કહ્યુ કે શુભ અને અશુભ વિચારનું જ ફળ છે. કોઈ પણ એવી વસ્તુ નથી, જેને માત્ર શુભ અથવા માત્ર અશુભ કહી શકાય.

જે વસ્તુ આજે શુભ છે, તે કાલે અશુભ પણ થઈ શકે છે. જે વાત કોઈ એક માટે શુભ છે તે કોઈ બીજા માટે અશુભ પણ થઈ શકે છે. આ બધુ પરિસ્થિતિઓ ઉપર નિર્ભર કરે છે.

આ સાંભળીને મહિલાએ પૂછ્યું કે સ્વામીજી, આવું કેવી રીતે થઈ શકે કોઈ વાત એક માટે શુભ અને બીજા માટે અશુભ હોય.

સ્વામીજીએ જવાબ આપ્યો કે એક કુંભાર વાસણ બનાવીને સુકાવા માટે રાખે છે અને ખૂબ તડકો પડે એવી કામના કરે છે. એ જ સમયે બીજી તરફ એક ખેડૂત વરસાદની કામના કરે છે, જેથી તેનો પાક સારો થઈ શકે.

આ સ્થિતિમાં તડકો અને વરસાદ એક માટે શુભ છે અને બીજા માટે અશુભ. એટલે આપણે શુભ-અશુભ ન વિચારવું જોઈએ. પરંતુ કાયમ સારા કામ કરતા રહેવું જોઈએ.

સ્વામી વિવેકાનંદની આ વાતો સાંભળીને મહિલાએ કહ્યું કે સ્વામીજી તમે સાચું કહી રહ્યા છો. હવેથી હું માત્ર પોતાના કામ ઉપર જ ધ્યાન આપીશ.

આ પણ વાંચજો – ગુરુ માટે શિષ્ય કૂવાનું મીઠું પાણી લઈને ગયો, ગુરુએ પાણી પીને ખૂબ પ્રશંસા કરી, બીજા શિષ્યે જ્યારે તે પાણી પીધું તો તેને કડવું લાગ્યું, તેણે ગુરુને પૂછ્યુ – તમે કડવા પાણીને મીઠું કેમ કહ્યુ?

Leave a Reply

error: Content is protected !!