શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ – મહારાષ્ટ્ર

12 મુખ્ય જ્યોતિર્લિંગોમાં ભીમાશંકરનું સ્થાન છઠ્ઠું છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પૂણેથી લગભગ 110 કિ.મી. દૂર સાહ્યદ્રિ નામના પર્વત ઉપર સ્થિત છે. ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે આ જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રાથી સમસ્ત દુઃખોથી છુટકારો મળી જાય છે. આ મંદિર અત્યંત જૂનું અને કલાત્મક છે. ભીમાશંકર મંદિર નાગર શૈલીની વાસ્તુકલાથી બનેલી એક પ્રાચીન અને નવી સંરચનાઓનું સમિશ્રણ છે.

ભીમાશંકર મંદિરના પાસે જ કમલજા મંદિર છે. કમલજા પાર્વતીજીનો જ અવતાર છે. આ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ લાગેલી રહે છે. મંદિરની પાછળ બે કુંડ પણ છે. અનેક ધર્મોગ્રંથોમાં પણ આ જ્યોતિર્લિંગનું ઘણું વર્ણન મળે છે. અહીંથી ભીમાનદી પણ નિકળે છે. તે દક્ષિણ-પશ્ચિમ દિશામાં વહીને રાયચૂર જિલ્લામાં કૃષ્ણ નદીને મળે છે. મહાશિવરાત્રી અને દર મહિનામાં આવતી શિવરાત્રિમાં અહીં પહોંચવા માટે વિશેષ બસોની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

ભીમાશંકર સાથે જોડાયેલી કથાઃ

એવું વર્ણન મળે છે કે દેવોના અનુરોધથી ભગવાન શિવે ભીમાના રૂપમાં સહ્યાદ્રી પહાડીઓ ઉપર નિવાસ કર્યો હતો. ત્રિપુરાસુર રાક્ષસની સાથે ઘમાસાન યુદ્ધ પછી ભગવાન શિવે તેને મારી નાખ્યો. આ લડાઈ દરમિયાન જે ગર્મી ઉત્પન્ન થઈ તેને લીધે ભીમા નદી સૂકાઈ ગઈ અને ભગવાન શિવના શરીરથી નીકળેલ પસીનાની ધારથી આ ભીમા નદીનું નિર્માણ થયું હતું.

શિવપુરાણમાં ભીમાશંકર જ્યોતિર્લિંગનું વર્ણન મળે છે.

ઘણા યુગો પહેલાં સહ્યાદ્રી પર્વતના ઊંચા શિખરો પર આવેલા ડાકિનીના ગીચ જંગલોમાં ભીમા નામનો એક અસુર તેની માતા કર્કટી (ઉચ્ચારણ?) સાથે રહેતો હતો. ભીમાની હાજરી માત્રથી કરુણા અને દયા ધ્રુજી જતાં હતાં. અમર અને મર્ત્ય સૌ તેનાથી એકસરખા ગભરાતા. પણ તેના અસ્તિત્વ વિષેના અમુક પ્રશ્નો તેને સતત સતાવતા હતા.

જ્યારે ભીમા પોતાના અસ્તિત્વ વિષેની જીજ્ઞાસા અને વ્યથાને સહન ન કરી શક્યો ત્યારે તેણે પોતાની માતાને તેના જીવનનું રહસ્ય જણાવવા કહ્યું. તેણે પોતાની માતા ને પૂછ્યું કે તેના પિતા કોણ હતાં અને શા માટે તેમણે તેઓને આમ જંગલમાં એકલા છોડી દીધા હતા. ઘણી આના કાની પછી તેને માતાએ ડરતા ડરતા તેને જણાવ્યું કે તેના પિતા લંકેશ્વર – લંકાના રાજા રાવણના નાના ભાઈ કુંભકર્ણ છે.

ભગવાન વિષ્ણુએ તેમના રામ અવતારમાં કુંભકરણનો સંહાર કર્યો હતો. કર્કટીએ ભીમાને કહ્યું કે એક મહા યુદ્ધમાં તેના પિતા રામના હાથે હણાયા હતાં. આને કારણે ભીમા અત્યંત ક્રોધે ભરાયો અને તેણે વિષ્ણુ સાથે વેર વાળવાનું નક્કી કર્યું. આ માટે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠોર તપશ્ચર્યા કરી.

કરુણામય, સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી તેમના ભક્તની આ તપસ્યા જોઈ પ્રસન્ન થયા અને તેને શક્તિ વરદાન સ્વરૂપે આપી. આ એક અત્યંત મોટી ભૂલ હતી. આવી શક્તિ પામતા ભીમાએ ત્રણે લોકમાં તરખાટ મચાવી દીધો. તેણે ઈંદ્રને હરાવીને સ્વર્ગ પર કબ્જો જમાવ્યો. તેણે શિવભક્ત કામરૂપેશ્વરને પણ હરાવ્યો અને તેને કેદમાં પૂર્યો.

તેણે ઋષિઓ અને સાધુઓને રંજાડવાના શરૂ કર્યાં. આને કારાણે સૌ દેવો ક્રોધે ભરાયા. આ ત્રાસદિમાંથી બચાવવા દેવોએ સાથે મળી ભગવાન શીવને મદદ માંગી. ભગવાન શિવજીએ દેવોના વિનંતીનો સ્વીકાર કર્યો. બીજી તરફ ભીમાએ તેના બંદી કામરૂપેશ્વરને શિવની આરધના છોડી પોતાની પૂજા કરવાનો આદેશ આપ્યો.

જ્યારે કામરૂપેશ્વરે તેમ કરવાની મનાઈ કરી ત્યારે ભીમાએ પોતાની તલવાર ઉગામી અને જે શિવલિંગની કામરૂપેશ્વર પૂજા અને અભિષેક કરતો હતો તેના પર પ્રહાર કર્યો. જ્યારે ભીમાએ તલવાર ઉગામી કે ત્યાં શિવજી પ્રગટ થયા.

ત્યાર પછી તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ત્યાં નારદમુનિ પ્રગટ થયા અને તેમણે શિવજીને આ યુદ્ધનો અંત લવવા વિનંતી કરી. તે સમયે ભગવાન શિવે ભીમાને હણ્યો. તે સમયે હાજર સૌ દેવોએ શિવજીને તે સ્થળને પોતાનો વાસ કરવા વિનંતી કરી. તે વિનંતીને માન આપી ભગવાન શિવ ત્યાં ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા.

એમ પણ માનવામાં આવે છે યુદ્ધ પછી ભગવાન શિવને જે પરસેવો વળ્યો તેમાંથી ભીમારથી નદી બની.

દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં એક મોટો મેળો લાગે છે. ભોલે શંકરના દર્શન માટે દેશ અને વિદેશથી દર્શનાર્થીઓ આવે છે. અહીં આસપાસ અન્ય અનેક મંદિરો છે જેવા કે કમલજા મંદિર, મોક્ષકુંડ તીર્થ, કુશરાન્ય તીર્થ અને સર્વતીર્થ. શિવરાત્રિના દિવસે અહીં મોટો મેળો લાગે છે. અહીનું મંદિર ખૂબ જ પ્રાચીન છે. મંદિરની નજીક ભીમા નદીનું ઉદ્ગમ સ્થાન છે.

દેશમાં ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગમાં પ્રસિદ્ધ ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કર્યા પછી સમસ્યા દુખોથી છુટકારો મળે છે. એવી માન્યતા છે કે જે પણ મનુષ્ય દરરોજ સવારે ઊઠીને આ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત શ્લોકનો પાઠ કરે છે, તેમને સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે.

સ્થાપત્ય

આ મંદિરનું બાંધકામ પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. આ એક સર્વ સામાન્ય પણ જાજરમાન મંદિર છે. આનું નિર્માણ ૧૩મી સદીમાં થયું હતું અને સભામંડપ ૧૮મી સદીમાં નાના ફડનવીસે બંધાવડાવ્યો હતો. મંદિરનું શિખર પણ નાના ફડનવીસે બનાવડાવ્યું હતું. મહાન મરાઠા શાસક શિવાજી આ મંદિરની પૂજા અર્ચના માટે ફાળો મોકલતા. અન્ય શિવ મંદિરની જેમજ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે.

અહીંનું સ્થાપત્ય એકંદરે નવું છે પણ ૧૩મી સદીના સાહિત્યમાં અહીંના ભીમાશંકરમ મંદિર અને (ભીમારથી નદી)નો ઉલ્લેખ જોવા મળે છે. સંત જ્ઞાનેશ્વરે ત્ર્યંબકેશ્વર અને ભીમાશંકરની મુલાકાત લીધી હોવાનું મનાય છે. અહીંના પટાંગણમાં (રોમન શૈલીનો) એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે, આ ઘંટ ચીમાજી અપ્પા (બાજીરાવ પેશ્વા પ્રથમના ભાઈ અને નાનાસાહેબ પેશ્વાના કાકા) દ્વારા ભેટ અપાયો હોવાનું મનાય છે. પોર્ટુગીઝ સામેના યુદ્ધના વિજય પછી ચીમાજી અપ્પાએ વસઈના કિલ્લાના બે વિશાળ ઘંટ લઈ લીધાં. તેમાંનો એક તેમણે અહીં ભીમાશંકરમાં અર્પણ કર્યો અને બીજો વાઈ નજીકના કૃષ્ણા નદી કિનારે આવેલા મેનોવાલી શિવ મંદિરને અર્પણ કર્યો.

ક્યારે જવું દર્શનેઃ– પૂજા માટે આમ તો તમે ગમે ત્યારે જઈ શકો છો. ઓક્ટોબરથી એપ્રિલ સુધીન સમય સારો માનવામાં આવે છે.

પહોંચવાના સંસાધનઃ– બસ સુવિધાઓ- મંદિર સુધી પહોંચવા માટે બસ સુવિધાઓ ઉપલબ્ધ છે. રસ્તામાં જંગલ વિસ્તાર વધુ છે.

રેલ સુવિધાઓઃ– મંદિરે જવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પૂના છે. પૂનાથી ભીમાશંકર જવા માટે બસ સુવિધાઓ ઉપલબ્ધ છે.

સહ્યાદ્રીની સુંદરતા-

ભીમાશંકર જ્યોતિર્લિંગનું સ્થાન જંગલમાં પર્વત ઉપર સ્થિત છે. આથી ત્યાં પહોંચવા માટેનો માર્ગ સીધો અને સુવિધાજનક નથી. માત્ર શિવરાત્રિના તહેવાર ઉપર ભીમાશંકર સુધી બસ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. અન્ય સમયે મંદિર સુધી જવા માટે પ્રાઈવેટ સાધનો, બળદગાડી અથવા પગપાળા જવાનું હોય છે. આથી રોકાણ માટે યોગ્ય વ્યવસ્થા પોતે જ કરી લેવાની હોય છે.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ

– શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ

– શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતર

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

શ્રી ધેલા સોમનાથનો અદભુત ઇતિહાસ

શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર

– ભોજેશ્વર શિવ મંદિર – દુનિયાનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનેલું શિવલિંગ

– મહાદેવની સૌથી વિશાળ પ્રતિમા ધરાવતું મંદિર મુરુડેશ્વર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!