ગુરુ અને શિષ્ય ગામમાં ફરી રહ્યા હતા, ત્યારે તેમણે જોયુ એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો છે, ખેતરની બહાર તેનું ભોજન અને સામાન રાખ્યો હતો, શિષ્યએ કહ્યુ કે આપણે તેનો સામાન સંતાડી દઇએ, ત્યારે ગુરુએ કહ્યુ કે તું તેની થેલીમાં થોડા રૂપિયા રાખી દો, પછી જો શું થાય છે.

એક ગુરુ પોતાના શિષ્યની સાથે ગામમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયુ કે એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો છે અને ખેતરની બહાર એક વૃક્ષની નીચે તેનું ભોજન અને થોડો સામાન રાખેલો હતો. શિષ્યએ ગુરુને કહ્યુ કે ગુરુજી આપણે આ ખેડૂત સાથે થોડી મજાક કરીએ અને તેનો સામાન સંતાડી દઇએ.

ગુરુએ શિષ્યને કહ્યુ કે ના તું આવુ ન કરતો. તું તેની થેલીમાં થોડા રૂપિયા રાખી દે. પછી જો શું થાય છે. શિષ્યએ ગુરુની વાત માનીને ખેડૂતની થેલીમાં 200 રૂપિયા રાખી દીધા. તેના પછી ગુરુ-શિષ્ય બંને ત્યાં એક વૃક્ષની પાછળ સંતાઇ ગયા. થોડી વાર પછી ખેડૂત ખેતરની બહાર આવ્યો. તેણે પોતાની થેલી ઉપાડી તો તેમાં જોયુ કે 100ની બે નોટ તેમાં રાખેલી હતી.

ગુરુ અને શિષ્ય ગામમાં ફરી રહ્યા હતા, ત્યારે તેમણે જોયુ એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો છે, ખેતરની બહાર તેનું ભોજન અને સામાન રાખ્યો હતો, શિષ્યએ કહ્યુ કે આપણે તેનો સામાન સંતાડી દઇએ, ત્યારે ગુરુએ કહ્યુ કે તું તેની થેલીમાં થોડા રૂપિયા રાખી દો, પછી જો શું થાય છે.

કિસાન દંગ રહી ગયો કે અહીં રૂપિયા કેવી રીતે આવ્યા. તેણે ખેતરની ચારેય તરફ જોયુ, પરંતુ ત્યાં કોઈ દેખાયુ નહીં. ત્યારે ખેડૂતે ભગવાનનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે હે પ્રભુ આજે મને પોતાના બાળકની દવાઓ માટે રૂપિયાની જરૂર હતી. આ રૂપિયાથી હું બાળકની દવા લઈ શકીશ.

ગુરુ અને શિષ્ય આ વાતો સાંભળી રહ્યા હતા. શિષ્યએ ગુરુને કહ્યુ કે ગુરુદેવ આજે હું સમજી ગયો કે લેવા કરતા વધુ મજા આપવામાં છે.

બોધપાઠ

કથાની શીખ એ જ છે કે આપણે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી જોઈએ. આવી મદદથી જ સાચી ખુશી મળે છે. સમય-સમય પર બીજાની મદદ કરતા રહેવી જોઈએ.

Leave a Reply

error: Content is protected !!