મૃતદેહ પર શા માટે લગાવવામાં આવે છે આ વસ્તુઓ? હિન્દુધર્મમાં અંત્યેષ્ઠિની ક્રિયા શું છે? જાણો

પુરાણો મુજબ અંત્યેષ્ઠિ વખતે મૃતકના શરીરના અંગેઅંગ પર અલગ-અલગ વસ્તુ રાખવાનો અને કેટલીક વસ્તુઓ મૃતદેહ પર લગાવવાનો નિયમ-

મૃત્યુ એક અટલ સત્ય છે, જે થવાનું જ છે. પણ વિશ્વના દરેક ધર્મમાં મૃત્યુ પછી કેટલીક પરંપરાઓ કરવામાં આવે છે. હિન્દુધર્મમાં પણ મૃત્યુ બાદ અનેક પરંપરાઓ કરવામાં આવે છે.

પુરાણોએ પણ મૃત્યુ વિશે રહસ્યમય વાતો કરી છે. પુરાણો કહે છે કે મૃત્યુ પછી પણ બીજો જન્મ લેવો પડે છે, પુનર્જન્મનો આ સિદ્ધાંત સનાતન ધર્મની વિશેષતા છે.

મૃત્યુ પછી અમુક ક્રિયાઓ કરવામાં આવે છે તેના વિશે મોટાભાગના લોકો બહું ઓછું જાણતા હોય છે, તેની પાછળનું શું કારણ હોઈ શકે તેના વિશે પણ ઓછો ખ્યાલ હોય છે. આજે આપણે જાણીએ અંત્યેષ્ઠિ વખતની વિધિ અને માણસ મૃત્યુ પામે ત્યારે તેના કયા અંગમાં શું લગાવીને ઘરમાંથી સ્મશાને મોકલવામાં આવે છે….

મૃત્યુ બાદની કેટલીક અજાણી પરંપરાઓ ….

અંત્યેષ્ઠિ વિશે ગુરુડપુરાણમાં પ્રેત ખંડમાં વાત કરવામાં આવી છે કે અંત્યેષ્ઠી વખતે કઈ રીતની તૈયારીઓ કરવામાં આવે છે. માણસ મૃત્યુ પામે એટલે ઘરમાં નીચે છાણથી લીંપણ કરી તેના પર દર્ભ રાખવામાં આવે છે અને તેના પર શબને રાખવામાં આવે છે.

તેનો અર્થ પુરાણ એવો કરે છે કે પૃથ્વી દેહની યોની છે અને દર્ભથી તે ઋતુમતી થઈ જાય છે. પણ આ અઘરી વાતને જરા સરળતાથી જાણીએ કે એવું માનવામાં આવે છે કે દેહની અંદર પંચતત્વો રહેલા છે. તેમાં હિન્દુમાં દેહને ફરી રાખ બનાવવાની વાત છે. એથી, પૃથ્વીની વસ્તુને પૃથ્વીમાં જ સોંપવા માટે આવું કરવામાં આવે છે. અને દર્ભ તે વીર્યનું પ્રતિક છે. તેથી તે બીજા જન્મ માટેનું પ્રતિક છે.

લોકભોગ્ય વાત એવી છે કે ગાયનું છાણ અને દર્ભ બન્ને પવિત્ર ગણાય છે અને તેથી મૃત્યુની છાંયા ઘરને અપવિત્ર ન કરી દે અને મૃત્યુપામેલા દેહમાંથી છુટતા રોગાણું ઘરમાં ન રહે તે માટે આવું કરવામાં આવે છે.

મૃત્યુ પામેલા દેહનું માથું ઉત્તર તરફ અને પગ દક્ષિણ તરફ રાખવામાં આવે છે.

તેની પાછળ શાસ્ત્રોક્ત કથન એવું છે કે દક્ષિણ દિશા તે યમની છે અને મૃતકને યમપુરી જવાનું છે. માટે તેના ચરણ દક્ષિણ દિશા તરફ રાખવામાં આવે છે.

મૃતકના મુખમાં પંચરત્નો મુકવાનો એક ક્રમ છે.

તેનું શાસ્ત્રોક્ત કારણ એવું માનવામાં આવે છે કે મૃતકની દરેક પ્રકારની ઈચ્છાઓ નાબુદ થઈ જાય અને મોક્ષને પ્રાપ્ત થાય. આ રત્નો સાથે તુલસી પત્ર પણ હોય અને ગંગાજળ પણ હોય. એક કારણ એવું પણ પુરાણોમાં લખેલું છે કે તેના દેહની સાથે તેના ધનમાંથી એટલું ભૂમિ અને અગ્નિને દાન કરવું જેથી તેની સંપત્તિમાં જો કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો તે દૂર થાય છે.

આ ઉપરાંત અંત્યેષ્ઠિ વખતે મૃતકના શરીરના અંગેઅંગ પર અલગ-અલગ વસ્તુ રાખવાનો પુરાણમાં નિયમ જણાવ્યો છે જેમાં હાલ થોડાંક જ નિયમ બચ્યા છે. જોઈએ કયા અંગ પર શું લગાવીને દેહને અગ્નિદાહ માટે મોકલવામાં આવતો હતો.

મૃતકના દેહ સાથે જોડવામાં આવતી આ વસ્તુ દેવોના દાન માટે અને નરક કે સ્વર્ગમાં જતા જીવાત્માને ત્યાં ઉપયોગમાં લાગે તે માટે રાખવામાં આવે છે.

માથા પર નારિયેળ મુકવામાં આવે છે જે તેની તરસ મટાડે છે, મુખમાં પંચ રત્નો તે ભૂમિ અને અગ્નિને દાન ગણવામાં આવે છે. જીભમાં કદલીફળ રાખવામાં આવે છે, જે તેની ભૂખ મટાડે છે. લોહી માટે ચામડી પર મધ લગાડવામાં આવે છે. કેશ માટે તેલ લગાડવામાં આવે છે. કાન પર તાલપત્ર રાખવામાં આવે છે. સ્તન પર ચણોઠી રાખવામાં આવે છે. નાભી પર કમળ રાખવામાં આવે છે. વૃક્ષણ માટે ડાભ રાખવામાં આવે છે.

માથા પર કંકુનું લેપન કરવામાં આવે છે. દાંતમાં ચંદનના લાકડું રાખવામાં આવે છે. આંગળી પર ચંપાનું ફૂલ રાખવામાં આવે છે. લમણે સિંદૂર લગાવવામાં આવે છે.

આ બધું સાથે લગાવવાનું એક કારણ એ પણ હોઈ શકે કે રોગિષ્ઠ દેહ હોય તો તેની અગ્નિમાંથી ખરાબ જ વાયુ ન નીકળે ચંદનનું લાકડું તે માટે રખાતું કે તેના કારણે અગ્નિદાહ પછી નીકળતી અગ્નિમાંથી નીકળતા વાયુ પણ શુદ્ધ નીકળે.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– કેવી રીતે થઈ મૃત્યુને મહાત આપતા મૃત્યુંજય મંત્રની ઉત્પતિ? જાણો મંત્રની ઉત્પતિની કથા

– જનોઈ કેમ ધારણ કરવામાં આવે છે? જાણો તેની પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

– હનુમાનજીએ કેમ ધારણ કર્યું હતું પંચમુખી સ્વરૂપ? જાણો તેની પાછળનું કારણ

– હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું શું છે મહત્વ?

– ૐ શા માટે ભગવાન શિવનું પ્રતિક છે?

– સાધુઓની ધૂણી શું હોય છે? જાણો મહત્વ અને રોચક વાતો

– સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે?

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

One Response

  1. Minesh Doshi February 16, 2020

Leave a Reply

error: Content is protected !!