ગુરુકુળમાં રહેતાં છોકરાંઓ વધુ ભોજન થાળીમાં લઈ ખાધા પછી વધારાનું ભોજન ફેંકી દેતાં જ્યારે એક છોકરો જરાય ભોજન બગાડતો ન હતો

જૂના જમાનામાં એક ગુરુકુળમાં એક છોકરો પોતાના મિત્રો સાથે રોજ ભોજન લેતો હતો. તેના બધા મિત્રો પોતાની થાળીમાં ખૂબ વધુ ભોજન લેતાં હતાં, પરંતુ તે છોકરો પોતાની જરૂરિયાત હોય એટલું જ ભોજન લેતો અને થાળી-વાટકીમાં એકપણ દાણો રહી ન જાય એ રીતે ભોજન કરતો હતો. આ જોઈને તેના મિત્રો તેની મજાક ઉડાવતાં હતાં. તેના એક મિત્રએ પૂછ્યું કે તું રોજ વાસણમાં ભોજન રહેવાં કેમ નથી દેતો?

છોકરાંએ પોતાના મિત્રોને જવાબ આપ્યો કે હું 3 કારણોથી એવું કરું છું. પહેલું કારણ એ છે કે હું મારાં પિતાનો આદર કરું છું. તેઓ આ ભોજન માટે દિવસ-રાત મહેનત કરે છે, જેથી મને ભોજન મળી શકે. તેમની મહેનતથી આવેલું ભોજન હું બગાડી ન શકું.

બીજું કારણ એ છે કે હું પોતાની માતાનો આદર કરું છું, રોજ સવારે વહેલાં ઊઠીને મારા માટે ભોજન બનાવે છે. ભોજન ફેંકવાથી મારી માતાની મહેનત બેકાર જઈ શકે છે.

આપણે થાળીમાં એટલું જ ભોજન લેવું જોઈએ, જેટલી આપણી જરૂરિયાત હોય, નહીંતર ભોજન કચરાંમાં ફેંકવું પડે છે.

ત્રીજું કારણ એ છે કે હું ખેડૂતોનું સન્માન કરું છું. ખેડૂતો ભૂખ્યાં રહીને, દિવસ-રાત મહેનત કરીને અનાજ ઉગાડે છે. ભોજન ફેંકી દેવાથી તેમનું પણ અપમાન થાય છે. આ વાત સાંભળીને બધા મિત્રો શરમાઈ ગયાં અને તેના વિચારોની પ્રશંસા કરવાં લાગ્યાં.

કથાની શીખ-

મોટાભાગના લોકો પોતાની જરૂરિયાત કરતાં વધુ ભોજન થાળીમાં લઈ લે છે, જો કે એવું ન કરવું જોઈએ. થાળીમાં વધુ ભોજન લેવાથી બચેલું ભોજન ફેંકી દેવું પડે છે. આ નાનકડાં પ્રસંગની શીખ એ છે કે આપણે થાળીમાં માત્ર એટલું જ ભોજન લેવું જોઈએ જેટલી આપણી જરૂરિયાત હોય. ભોજનનો એક કણ પણ વ્યર્થ ન જવો જોઈએ. જો શક્ય હોય તો બચેલું ભોજન જરૂરિયાતમંદ લોકોને આપી દેવું જોઈએ.

Leave a Reply

error: Content is protected !!