વાલ્મીકિ રામાયણની કેટલીક રોચક અને અજાણી વાતો

ભગવાન શ્રીરામના જીવનનું વર્ણન અનેક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે, પરંતુ આ બધામાં વાલ્મીકિ રામાયણમાં લખેલાં તથ્યોને જ સચોટ માનવામાં આવ્યાં છે. વાલ્મીકિ રામાયણમાં કેટલીક એવી રોચક વાતો બતાવામાં આવી છે જે ખૂબ જ ઓછા લોકો જાણતાં હોય છે. આજે અમે એવી જ 10 વાતો જણાવીશું-

1- ઈન્દ્રે મોકલ્યો હતો શ્રીરામ માટે રથ

જે સમયે રામ-રાવણ વચ્ચે છેલ્લું યુદ્ધ ચાલી રહ્યું હતું, તે વખતે ઈન્દ્રેએ પોતાનો રથ શ્રીરામ માટે મોકલ્યો હતો. એ રથ પર બેસીને શ્રીરામે રાવણને માર્યો હતો. જ્યારે લાંબા સમય સુધી રામ-રાવણનું યુદ્ધ ચાલતું રહ્યું ત્યારે અગસ્ત્ય મુનિએ શ્રીરામને આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવાનું કહ્યું, ત્યારબાદ જ શ્રીરામે રાવણનો વધ કર્યો.

2- કુબેરની હતી સોનાની લંકા

રામાયણમાં બતાવ્યા પ્રમાણે રાવણ જે સોનાની લંકામાં રહેતો હતો તે લંકા પહેલાં રાવણના ભાઈ કુબેરની હતી. જ્યારે રાવણ વિશ્વ વિજય પર નિકળ્યો ત્યારે તેને પોતાના ભાઈ કુબેરને હરાવીને સોનાની લંકા અને પુષ્પક વિમાન પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો.

3- વાલ્મીકિ રામાયણમાં સીતા સ્વયંવરનું વર્ણન નથી

શ્રીરામચરિત માનસમાં લખ્યું છે કે શ્રીરામ સીતા સ્વયંવરમાં ગયાં હતાં, જ્યારે વાલ્મીકિ રામાયણમાં સીતા સ્વયંવરનું વર્ણન નથી. રામાયણમાં બતાવ્યા પ્રમાણે રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલા ગયાં હતાં. વિશ્વામિત્રએ જ રાજા જનકને શ્રીરામને તે શિવધનુષ દેખાડવા કહ્યું હતું. જ્યારે શ્રીરામે તે ધનુષ ઉઠાવી લીધું અને પ્રત્યંચા ચઢાવતી વખતે તે તૂટીં ગયું, રાજા જનકે એવો પ્રણ કર્યો હતો કે જે પણ આ ધનુષ ઉઠાવી લેશે તેની સાથે જ પોતાની પુત્રી સીતાના લગ્ન કરી દેશે. તેને લીધે જ શ્રીરામના લગ્ન સીતા સાથે થયા.

4- લક્ષ્મણ અને પરશુરામ વચ્ચે કોઈ વિવાદ થયો ન હતો-

શ્રીરામચરિત માનસમાં બતાવ્યા પ્રમાણે સીતા સ્વયંવર વખતે ભગવાન પરશુરામ ત્યાં આવ્યાં હતાં અને લક્ષ્મણ સાથે તેમની વચ્ચે વિવાદ પણ થયો હતો. જ્યારે વાલ્મીકિ રામાયણમાં બતાવ્યા પ્રમાણે સીતા સાથે લગ્ન થયા ત્યારબાદ શ્રીરામ અયોધ્યા પાછા ફરી રહ્યાં હતાં, ત્યારે રસ્તામાં તેમને પરશુરામ મળ્યાં હતાં. તેમણે પોતાના ધનુષ પર બાણ ચઢાવવા માટે કહ્યું. શ્રીરામે જ્યારે તેમને ધનુષ પર બાણ ચઢાવી દીધું તો તેઓ કોઈપણ જાતના વિવાદ વગર ત્યાંથી ચાલ્યાં ગયા.

5-આ કારણસર શ્રીરામના હાથે મર્યો હતો રાવણ

રઘુવંશમાં એક પરમ પ્રતાપી રાજા થયાં હતાં, જેમનું નામ અનરણ્ય હતું. જ્યારે રાવણ વિશ્વવિજય કરવાં નિકળ્યો તો રાજા અનરણ્ય સાથે તેનું ભયંકર યુદ્ધ થયું. એ વખતે રાજા અનરણ્યનું મૃત્યુ થઈ ગયું, પરંતુ મરતાં પહેલાં તેમને રાવણને શ્રાપ આપ્યો કે મારા જ વંશમાં ઉત્પન્ન થયેલો એક યુવક તારા મૃત્યુનું કારણ બનશે.

6-યમરાજ સાથે થયું હતું રાવણનું યુદ્ધ-

રાવણ જ્યારે વિશ્વ વિજય પર નિકળ્યો હતો ત્યારે તે યમલોક પણ ગયો હતો. ત્યાં યમમરાજ અને રાવણની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જ્યારે યમરાજ રાવણના પ્રાણ લેવા માટે કાળદન્ડનો પ્રયોગ કરવાં ગયાં તો બ્રહ્માએ તેમને રોકી લીધાં કારણ કે કોઈ દેવતા દ્વારા રાવણનો વધ શક્ય ન હતો.

7-શ્રીરામે કબંધને પાપમુક્ત કર્યો હતો-

જ્યારે શ્રીરામ અને લક્ષ્મણ વનમાં સીતાની શોધ કરી રહ્યાં હતાં. તે વખતે કબંધ નામના રાક્ષસનો વધ રામ-લક્ષ્મણે કર્યો હતો. હકીકતમાં કબંધ એક શ્રાપને લીધે રાક્ષસ બની ગયો હતો. જ્યારે શ્રીરામે તેના દાહ સંસ્કાર કર્યા તો તે શ્રામુક્ત થઈ ગયો હતો. કબંધે જ શ્રીરામને સુગ્રીવ સાથે મિત્રતા કરવા માટે કહ્યું હતું.

8-લક્ષ્મણ નહીં શ્રીરામ થયા હતા ક્રોધિત-

શ્રીરામચરિતમાનસ પ્રમાણે સમુદ્રએ જ્યારે વાનર સેનાને લંકા જવા માટે રસ્તો ન આપ્યો તો લક્ષ્મણ ખૂબ જ ક્રોધિત થયો હતો, જ્યારે વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે કે લક્ષ્મણ નહીં શ્રીરામ સમુદ્ર પર ક્રોધિત થયાં હતાં અને તેમણે સમુદ્રને સૂકવી નાખતાં બાણને છોડ્યું હતું. ત્યારે લક્ષ્મણ અને અન્ય લોકોએ ભગવાન શ્રીરામે સમજાવ્યા હતા.

9-વિશ્વકર્માના પુત્ર હતા નળ-

બધા જાણે છે કે સમુદ્ર પર પુલનું નિર્માણ નળ અને નીલ નામના વાનરોએ કર્યું હતું. કારણ કે તેમને શ્રાપ મળ્યો હતો કે તેમના દ્વારા પાણીમાં ફેંકવામાં આવેલી વસ્તુ ડૂબશે નહીં, જ્યારે વાલ્મીકિ રામાયણ પ્રમાણે નળ અને નીલ દેવતાઓના શિલ્પી (એન્જિનિયર) વિશ્વકર્માના પુત્ર હતાં અને તેઓ પોતે પણ શિલ્પકલામાં નિપુણ હતાં. પોતાની આ કળાથી તેમને સમુદ્ર પર પુલનું નિર્માણ કર્યું હતું.

10-પાંચ દિવસમાં બન્યો હતો રામસેતુ-

રામાયણમાં બતાવ્યા પ્રમાણે સમુદ્ર પર પુલ બનાવવામાં 5 દિવસનો સમય લાગ્યો હતો. પહેલાં દિવસે વાનરોએ 14 યોજન, બીજા દિવસે 20 યોજન અને ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસ 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન પુલ બનાવ્યો હતો. આ પ્રકારે કુલ 100 યોજન લંબાઈનો પુલ સમુદ્ર પર બનાવવામાં આવ્યો. આ પુલ 10 યોજન પહોળો હતો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવોનું સૈન્યબળ

મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો દ્વારા રચિત વિવિધ વ્યૂહ રચનાઓ

અઢાર પુરાણની અજાણી વાતો

પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન વેદવ્યાસે ભાગવત્‌માં કરેલી આગાહીઓ આજે સાચી પડે છે !

શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર -દ્વારકા

શ્રી નિષ્કલંક મહાદેવ — કોળિયાક બીચ (ભાવનગર)

– ભોજેશ્વર શિવ મંદિર – દુનિયાનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનેલું શિવલિંગ

ગણેશ મૂર્તિ — દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!