સાધુઓની ધૂણી શું હોય છે? જાણો મહત્વ અને રોચક વાતો

સાધુઓ સાથે જોડાયેલી કેટલીક એવી વસ્તુઓ છે જે હંમેશા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહી છે જેમકે, સાધુઓ દ્વારા પ્રગટાવવામાં આવેલી ધૂણી. આ ધૂણી સાધુઓની જીવનશૈલીનો અતૂટ ભાગ છે. તેની સાથે સંકાળાયેલા કેટલાંક તથ્યો પણ છે જે સામાન્ય માનવી નથી જાળતા. આજે અમે આ લેખમાં તમને સાધુઓની ધૂણી વિશે અમુક ખાસ વાતો જણાવી રહ્યા છે જે નીચે પ્રમાણે છે.

– કોઈ પણ સાધુ દ્વારા પ્રગટાવવામાં આવેલી ધૂણી કોઈ સામાન્ય આગ નથી હોતી. તેને સિદ્ધ મંત્રોથી શુભ મુહૂર્તમાં પ્રગટાવવામાં આવે છે. કોઈ પણ સાધુ તેને એકલાં હાથે પ્રગટાવી નથી શકતા. તેના માટે તેમના ગુરૂનું હોવું ખૂબ જ જરૂરી હોય છે. ગુરૂની આજ્ઞાથી જ ધૂણી પ્રગટાવવામાં આવે છે.

– ધૂણી હંમેશા પ્રગટેલી રહે તેની જવાબદારી તે સાધુની હોય છે. જેના લીધે તેને હંમેશા ધૂણીની આસપાસ જ રહેવું પડે છે. જો કોઈ કારણોસર સાધુએ ક્યાંય જવું પડે તો તે સમયે ધૂણી પાસે તેનો કોઈને કોઈ શિષ્ય રહેતો જ હોય છે.

– સાધુ પાસે જે તાર હોય છે તે વાસ્તવમાં ધૂણીની સેવા માટે હોય છે. એ તારનો કોઈ અન્ય ઉપયોગ કરવામાં આવતો નથી. આ જ તારથી ધૂણીની આગને વ્યવસ્થિત કરવામાં આવે છે. નાગા બાવાઓમાં એવી માન્યતા છે કે જો કોઈ સાધુ ધૂણી પાસે બેસી કોઈ વાત કરે છે અથવા કોઈ આશીર્વાદ આપે છે તો તે ચોક્કસ પૂરો થાય છે.

– નાગા સાધુઓની લગભગ આખી જિંદગી આ જ ધૂણીની આસપાસમાં પસાર થાય છે. જ્યારે તેઓ કોઇ યાત્રા કરે છે ત્યારે તેમની સાથે ધૂણી નથી હોતી, પરંતુ જેવા તેઓ કોઈ સ્થાને રોકાય છે સૌથી પહેલાં તેઓ ધૂણી પ્રગટાવવાનું કાર્ય કરે છે.

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરીના એ નામની રે અલખના એ ધામની … ધૂણી રે ધખાવી

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની … ધૂણી રે ધખાવી…

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની … ધૂણી રે ધખાવી…

– અવિનાશ વ્યાસ.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– બાળકની છઠ્ઠી કરવાનો અને નામ પાડવાના રિવાજ

– લગ્નપ્રસંગે ઉકરડી નોતરવાનો અનોખો લોકરિવાજ

– લોકજીવનનાં લગ્ન પ્રસંગના અદ્‌ભૂત રિવાજો

– રાંદલપૂજાની પૌરાણિક પરંપરાની રસપ્રદ વાતો

– સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે?

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

– લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!