વિશ્વનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ – ભૂતેશ્વરનાથ મહાદેવ

ભારતમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આસ્થામાં પ્રતિવર્ષ વધારો થતો જોવા મળે છે. એમાં પણ જો કેટલાંક ચમત્કારોનો સાથ મળી જાય તો પછી પૂછવું જ શું !!!! આવા ચમત્કારોમાં માતાજી અને ભગવાન શંકરનાં શિવલિંગ વધુ પ્રચલિત છે. અમરનાથનાં બરફનાં શિવલિંગ વિષે તો બધાંજ જાણે છે પણ કોઈ પથ્થરના શિવલિંગની વધતી ઊંચાઈ અને પહોળાઈ વિષે કોઈ જ નહિ જાણતું હોય. આ વિષે શું સત્ય કે શું તથ્ય એ કોઈને જ ખબર નથી પણ થાય છે એ હકીકત છે જ. જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ હજુ સુધીતો મળ્યો નથી અને મળશે પણ નહીં જ !!

શ્રધ્ધા અને આસ્થા કોઈ કારણોની મોહતાજ નથી હોતી . બસ એ પરાપૂર્વથી ચાલી આવી રહી છે અને અવિરત ચાલ્યા જ કરે છે એટલું પુરતું છે !!!

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના મરોદા ગામમાં ગાઢ જંગલની વચ્ચે એક પ્રાકૃતિક શિવલિંગ છે, જે ભૂતેશ્વરનાથના નામથી પ્રસિદ્ધ છે. આ વિશ્વનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ છે. સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે આ શિવલિંગ આપમેળે જ મોટું અને પહોળું થતું જાય છે. આ શિવલિંગ જમીનથી અંદાજિત 18 ફૂટ ઊંચું અને 20 ફૂટ ગોળાકારમાં છે. રાજસ્વ વિભાગ દ્વારા દરવર્ષે આ શિવલિંગની લંબાઈ માપવામાં આવે છે, જે સતત 6થી 8 ઇંચ વધી રહી છે.

આ શિવલિંગ વિશે કહેવાય છે કે આજથી હજારો વર્ષ પહેલા જમીનદારી પ્રથાના સમયમાં પારા ગામના રહેવાસી શોભાસિંહ જમીનદારનું અહીં ખેતર હતું. શોભાસિંહ સાંજે જ્યારે પોતાના ખેતરમાં ફરવા જતો હતો ત્યારે તેને ખેતર પાસે એક વિશેષ આકૃતિ જેવા પહાડમાંથી (ટીલો અથવા એક જાતનો વિશાળ પત્થર) બળદ તથા શેરનો અવાજ આવતો હતો. કેટલીય વાર સુધી આ અવાજ સાંભળ્યાં બાદ શોભાસિંહે આ ઘટના વિશે ગામના લોકોને વાત કરી. ગામના લોકોએ પણ સાંજના સમયે આ અવાજ અનેક વાર સાંભળ્યો. તેમજ અવાજ જ્યાંથી આવતો હતો ત્યાંથી બળદ તથા શેરને શોધવાના પણ પ્રયાસ કર્યા, પરંતુ દૂર-દૂર સુધી કોઈ પ્રાણી ન મળતા ત્યાંના લોકોમાં શ્રદ્ધા વધવા લાગી અને લોકો આ પહાડને શિવલિંગના રૂપમાં માનવા લાગ્યા.

એનાં વિષે પારાગાંવના લોકો બતાવે છે કે પહેલાં આ ટીલો નાનાં રૂપમાં હતો. ધીરે ધીરે એની ઊંચાઈ એવં ગોળાઈ વધતી ગઈ. જે આજદિન પર્યંત વધતી જ જાય છે !!! આ શિવલિંગમાં પ્રકૃતિ પ્રદત જલલહરી પણ જોવાં મળે છે. જે ધીરે ધીરે જમીન પર આવી રહી છે.

આ સ્થાન ભૂતેશ્વર, ભકુરા મહાદેવના નામે પણ ઓળખાય છે. આ શિવલિંગની પૂજા બિંદનવાગઢના છુરા નરેશના પૂર્વજો દ્વારા કરવામાં આવતી હતી. આ મંદિર વિશે એક એવી દંત કથા છે કે ભગવાન શંકર-પાર્વતી ઋષિ મુનિઓના આશ્રમમાં ફરવા આવ્યા હતા, ત્યારે જ અહીં શિવલિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા. ગાઢ જંગલની વચ્ચે સ્થિત હોવા છતાય અહીં શ્રાવણમાં કાવડિયાનું ટોળું આવે છે. આ સિવાય શિવરાત્રીમાં અહીં વિશાળ મેળો પણ લાગે છે.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ – મહારાષ્ટ્ર

– અચલેશ્વર મહાદેવની રહસ્યમયી કથા

– શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ

– શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ

– શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતર

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

શ્રી ધેલા સોમનાથનો અદભુત ઇતિહાસ

શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર

– ભોજેશ્વર શિવ મંદિર – દુનિયાનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનેલું શિવલિંગ

– મહાદેવની સૌથી વિશાળ પ્રતિમા ધરાવતું મંદિર મુરુડેશ્વર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!