સ્ત્રીઓ બંગડી કેમ પહેરે છે? જાણો તેની પાછળના રસપ્રદ કારણો

બંગડી, નારી સૌભાગ્યનું પ્રતીક. સ્ત્રી સુંદર હોય, સારાંમાં સારાં કપડાં પહેર્યાં હોય, કિંમતી ચપ્પલ કે સેન્ડલ પહેર્યાં હોય અને જો તેના હાથ અડવા અર્થાત્ બંગડી વગરના હોય તો તે સ્ત્રી આકર્ષક નહિ લાગે. સ્ત્રીનાં સોળ શણગારમાં બંગડીનું સ્થાન આગવું છે.

સ્ત્રીઓની બંગડીઓ(ચુડીઓ) જ્યારે ખણકે છે ત્યારે બધાની નજર એ તરફ જતી હોય છે. મોટાભાગની મહિલાઓ બંગડીઓ કે કંગન ચોક્કસ પહેરે છે. ખાસ કરીને આ બાબતે એવી ધારણા છે કે બંગડીઓ સુહાગની નિશાની હોય છે એટલા માટે પહેરવામાં આવે છે પરંતુ તેની પાછળ બીજા પણ કારણો રહેલા છે….

સ્ત્રીઓ દ્વારા બંગડી પહેરવા પાછળના રસપ્રદ કારણો.

શારીરિક રીતે મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધુ નાજુક હોય છે. સ્ત્રીઓના હાડકાં પણ ઘણા નબળા હોય છે. બંગડીઓ પહેરવા પાછળ સ્ત્રીઓને શારીરિક રીતે શક્તિ પ્રદાન કરવાનો મુખ્ય હેતુ હોય છે. મહિલાઓની ઉંમર જેમ જેમ વધે છે તેમ અનેક પ્રકારની બીમારીઓ પણ તેમને ઘેરી લે છે અને શરીર નબળુ થવા લાગે છે.

આજકાલ મોટાભાગની મહિલાઓ બંગડીઓ નથી પહેરતી. જેના કારણે મહિલાઓમાં નબળાઈ અને શારીરિક શક્તિનો અભાવ લાગે છે. તેઓ ઝડપથી થાકી જાય છે અને ગંભીર બીમારીઓ ઘેરી લે છે. જ્યારે પ્રાચીન સમયની મહિલાઓની સાથે આવી સમસ્યાઓ થતી ન હતી. તેમનું ખાનપાન અને નિયમ સંયમને કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું હતું.

મહિલાઓને શક્તિ પ્રદાન કરવામાં સોના-ચાંદીના આભૂષણ પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. હાથોના હાડકાંને મજબૂત બનાવવામાં સોના-ચાંદીની બંગડીઓ શ્રેષ્ઠ કામ કરે છે. આ બંગડીઓમાં ઘર્ષણથી હાથોની અંદર સોના-ચાંદીના ગુણ સમાઈ જાય છે. આયુર્વેદ પ્રમાણે પણ સોના-ચાંદીના ભસ્મને શરીરને બળ પ્રદાન કરનારું માનવામાં આવે છે. સોના-ચાંદીના ઘર્ષણથી શરીરને તેના શક્તિશાળી તત્વ પ્રાપ્ત થાય છે જેનાથી મહિલાઓનું આરોગ્ય સારું રહે છે તથા લાંબી ઉંમર સુધી તેઓ સ્વસ્થ રહી શકે છે.

આ કારણે જ પ્રાચીન સમયમાં મહિલાઓ લાંબી ઉંમર સુધી સ્વસ્થ અને નિરોગી રહેતી હતી. તેમની ઉંમર પણ વધુ રહેતી હતી અને મૃત્યુ પહેલા સુધી તેઓ બધા કામ કરવામાં સક્ષમ પણ રહેતી હતી. તે સિવાય ધાર્મિક માન્યતા એ છે કે જે નવવિવાહિત મહિલાઓ બંગડીઓ પહેરે તો તેમના પતિની ઉંમર લાંબી થાય છે. આ વાતો તો બધા જાણે છે. બંગડીઓનો અવાજ પણ સ્ત્રીઓના મન ઉપર શુભ પ્રભાવ પાડે છે.

કોઈપણ સ્ત્રીનો શ્રૃંગાર બંગડીઓ વગર અપૂર્ણ માનવામાં આવે છે. તેને લીધે પણ તેને શૃંગારનું અભિન્ન અંગ માનવામાં આવે છે. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની બંગડીઓ મળે છે જેનાથી કાંચની, સોના-ચાંદી જેવી ધાતુઓની, લાખની. સામાન્ય રીતે બંગડીઓ વિવાહિત સ્ત્રીઓ માટે અનિવાર્ય માનવામાં આવે છે. તે સુહાગની અને પતિના લાંબી ઉંમરની સાથે જોડીને જોવામાં આવે છે. આ એક ખૂબ જ સામાન્ય ધારણા છે. પ્રાચીન કાળથી નારી શૃંગારપમાં આભૂષણ પ્રમુખ રહ્યું છે. બધા આભૂષણોમાં સોનું કે ચાંદી રહેતા જ. પ્રાચીન સમયમાં સોના અને ચાંદીના ભારે બંગડીઓ અને કપડાં પહેરવાની પરંપરા રહેતી હતી.

જે ઘરમાં બંગડીઓનો ખણ-ખણ અવાજ આવતો રહે છે ત્યાંના વાતાવરણમાં નકારાત્મકતા નથી રહેતી. બંગડીઓનો અવાજ પણ સકારાત્મક વાતાવરણ તૈયાર કરે છે. જે રીતે મંદિરરમાં ઘંટનો નાદ અવાજ કરે છે અને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે એ જ રીતે બંગડીઓનો મધુર ધ્વનિ પણ કાર્ય કરે છે.

જ્યાં મહિલાઓની બંગડીઓનો અવાજ આવે છે ત્યાં દેવી-દેવતાઓની પણ વિશેષ કૃપા બની રહે છે. એવા ઘરમાં બરકત પણ રહે છે અને ત્યાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. તેની સાથે જ એ વાત પણ ધ્યાન રાખવા યોગ્ય છે કે સ્ત્રીને પોતાનું આચરણ સંપૂર્ણ રીતે ધાર્મિક રાખવું જોઈએ. માત્ર બંગડીઓ પહેરવાથી જ સકારાત્મકતાનું ફળ પ્રાપ્ત નથી થતું.

બંગડીઓના અવાજમાં એક એ સંકેત પણ છુપાયેલો હોય છે કે પ્રાચીન સમયમાં પર્દા પ્રથા અનિવાર્ય હતી. મહિલાઓ પુરુષોની સામે પરદામાં રહેતી હતી. ઘરના વૃદ્ધ અને અન્ય પુરુષો પણ મહિલાઓનો આદર-સન્માનનું પૂરું ધ્યાન રાખતા હતા. પ્રાચીન સમયમાં જ્યારે બંગડીઓનો અવાજ આવતો હતો ત્યારે પુરુષો સમજી જતા હતા કે કોઈ સ્ત્રી તેમની તરફ આવી રહી છે અને સાવધાન થઈ જતા હતા જેથી જાણતા-અજાણતા પણ કોઈ અનૈતિક કાર્ય કે વાત ન થાય.

આ પ્રકારે ઘરના વૃદ્ધ આ વાતનું પણ ધ્યાન રાખતા હતા કે જે રૂમમાં કે કોઈ સ્થાને બંગડીઓનો અવાજ આવે ત્યાં તેઓ ન જાય.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે?

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

– તિલકનું વિજ્ઞાન

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– પ્રભુને નૈવેધ (થાળ) કે રાજભોગ રોજ કેમ ધરાવવામાં આવે છે ?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

– લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!