કેવા હતા પ્રાચીન યુગના ઘાતક અસ્ત્ર-શસ્ત્રો? જાણો એની અજાણી વાતો

યુદ્ધ, હથિયારની સાથે મેદાનમાં હોય કે પછી વિચારોના ચડભડના રૂપમાં મન-મસ્તિસ્કમાં, માનવતા અને શાંતિની દ્રષ્ટિએ યુદ્ધને બેઈમાન માનવામાં આવે છે. પરંતુ હિન્દુ ધર્મગ્રંથોમાં બતાવાયેલ રામ-રાવણનું યુદ્ધ હોય કે કૃષ્ણનો કંસ વધ કે પછી કુરુક્ષેત્રનો જંગ, તેની આગેવાની કરનાર મહાનાયકોએ કર્મની સાથે જીવન અને ધર્મના રક્ષણ માટે યુદ્ધ દ્વારા જ એવા સૂત્ર શીખવ્યા જે હંમેશા આખી દુનિયાને માનવતા અને શાંતિની સાથે રહીને જિંદગીને સફળ બનાવવાનો ઉત્સાહ પૂરો પાડે છે.

ધર્મની અધર્મ અને સત્યની અસત્ય ઉપર જીતના પ્રતીક આ ધર્મયુદ્ધમાં માત્ર શૂરવીરો દ્વારા અપનાવવામાં આવેલ મર્યાદા અને નીતિઓ નિર્ણાયક બની, પણ મહાબલિયોએ અનેક એવા ઘાતક અસ્ત્ર-શસ્ત્રનો પણ ઉપયોગ કર્યો હતો, જે ખાસ કરીને શક્તિઓ દ્વારા તૈયાર કરવામાં આવતા હતા અને તેમાં સમાયેલ અચૂક શક્તિઓ દુશ્મનોની ફોજને વિધ્વંસ કરી દેતી.

શાસ્ત્રોમાં બતાવેલી વાતો ઉપર ધ્યાન આપીએ તો આ હથિયારોમાં મંત્રો દ્વારા મેળવેલી શક્તિઓ અને ક્ષમતા એટલી અદભૂત હતી કે તેની સામે આજના દોરમાં તૈયાર કરવામાં આવતા યુદ્ધના વેપન્સ(હથિયારો)ની શક્તિ અને ટેક્નિક તો વામણી નજર આવે છે.

અનેક મત-મતાંતર પ્રમાણે અસ્ત્ર-શસ્ત્રોની બેજોડ ક્ષમતાઓને અતિશયોક્તિપૂર્ણ વર્ણન પણ માને છે, પરંતુ આજના દોરમાં વિજ્ઞાન અને નવી ટેક્નીકથી તૈયાર કરવામાં આવેલ ઘાતક અને મારક અસ્ત્ર-શસ્ત્ર સાબિત કરી રહ્યા છે કે સદીઓ પહેલા ઉપયોગ કરવામાં આવતા અદ્ભૂત હથિયાર માત્ર અવધારણા નહીં પણ એમ કરવું શક્ય છે.

જાણો હિન્દુ ધર્મ પુરાણો પ્રમાણે પ્રાચીન કાળમાં ઉપયોગ કરવામાં આવતા આવા જ વિનાશક અસ્ત્ર-શસ્ત્રો વિશે દિલચસ્પ વાતો, સાથે જ જાણો અસ્ત્ર અને શસ્ત્રમાં શું ફરક છે. યુગો પહેલા યુદ્ધ દરમિયાન ઉપયોગ કરવામાં આવતા હથિયારને બે ભાગમાં વહેંચી શકાય છેઃ-

પહેલા અસ્ત્રોને જાણીએ, જેને મંત્રોથી સાધીને દૂરથી ફેંકવામાં આવતા હતા. તેના દ્વારા અગ્નિ, વિદ્યુત, ગેસ કે યાત્રિક ઉપાયોથી દુશ્મનો ઉપર વાર કરવામાં આવતા હતા.

બીજા છે શસ્ત્ર, જે હાથમાં લઈને ઉપયોગ કરવામાં આવતા હતા. આ હથિયારોનો વાર એટલો ઘાતક હતો કે દુશ્મનોનું મૃત્યુ નક્કી જ હતું. આનો ઉપયોગ વધુ થતો હતો.

બ્રહ્માસ્ત્રઃ– આ બ્રહ્મદેવનું અસ્ત્ર માનવામાં આવે છે. આ સૌથી ઘાતક અને મારક અસ્ત્ર હતું, જે દુશ્મનનો વિનાશ કરીને જ છોડતું હતું. તેનો સામનો માત્ર બીજા બ્રહ્માસ્ત્ર દ્વારા જ શક્ય હતો. આજના દોરના હથિયારોની સરખામણીએ બ્રહ્માસ્ત્રની શક્તિ અનેક પરમાણુ બોમ્બથી પણ અનેક ગણી વધુ હતી. રામાયણમાં જણાવ્યું છે કે મેઘનાદે હનુમાનજી ઉપર પણ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું, પરંતુ સ્વયં રુદ્રરૂપ હનુમાન તેનું સન્માન કરી સમર્પણ કરી દીધું.

પાશુપત અસ્ત્રઃ- આ શિવનું અસ્ત્ર માનવામાં આવે છે. આ બાણમાં મંત્રથી ઉત્પન્ન થતી શક્તિ અને ઊર્જા એક જ વખતમાં આખી દુનિયાનો વિનાશ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે કુરુક્ષેત્રમાં યુદ્ધ દરમિયાન આ અસ્ત્ર માત્ર અર્જુનની પાસે જ હતું.

નારાયણાસ્ત્રઃ- નારાયણાસ્ત્ર વૈષ્ણવ અર્થાત્ વિષ્ણુ અસ્ત્રના નામથી જ ઓળખવામાં આવે છે. એ પણ પાશુપતની જેમાં જ ભયંકર અસ્ત્ર હતું. ત્યાં સુધી કે એકવાર નારાયણાસ્ત્ર છોડવાથી આખી દુનિયામાં તેની કોઈ જ બીજા અસ્ત્ર તેનો સામનો કરી શકતા ન હતા. બસ, તેનાથી બચવા માટે એક માત્ર ઉપાય હતો કે દુશ્મનો હથિયાર નાખીને સમર્પણ કરી ધરતી ઉપર ઊભા થઈ જાય. નહીંતર આ અસ્ત્રનું લક્ષ્ય અચૂક રહેતું હતું.

આગ્નેય અસ્ત્રઃ- આ મંત્ર શક્તિથી તૈયાર એવું બાણ હતું, જે ધમાકાની સાતે જ અગ્નિ વરસાવવાનું શરૂ કરી દેતું હતું અને સીધા લક્ષ્યને પળવારમાં જ બાળીને ખાક કરી દેતું હતું. તેની કાટ પર્જન્ય બાણ દ્વારા શક્ય હતું.

પર્જન્ય અસ્ત્રઃ- મંત્ર શક્તિ દ્વારા સીધા આ બાણથી મોસમ વગર પણ વાદળા પેદા થતા હતા, ભારે વરસાદ થતો હતો, વીજળી કડકતી અને હવાઈ વાવાઝોડા ચાલતા હતા. ખાસ કરીને તે આગ્નેય બાણનું તોડ હતું.

પર્જન્યાસ્ત્ર- મંત્ર બોલીને આ બાણ દ્વારા સાંપ પૈદા કરવામાં આવતા હતા, જે નક્કી કરેલા લક્ષ્યને ઝેરના પ્રભાવથી નિશ્ચેત કરી દેતા હતા. તેની કાટ ગરુડઅસ્ત્રથી જ શક્ય હતી. રામાયણમાં ભગવાન રામ અને લક્ષ્મણ પણ આના જ રૂપ નાગપાશના પ્રભાવથી મૂર્છિત થયા હતા અને ગરુડદેવે આવીને તેમને મુક્તિ અપાવી હતી.

ગરુડ અસ્ત્રઃ- આ અચૂક બાણમાં મંત્રોનું આહ્વાન કરી ગરુડ પેદા થતા હતા, જે ખાસ કરીને પન્નગ અસ્ત્ર કે નાગ પાશથી પેદા થયેલા સાંપને મારી દેતાહતા કે તેમાં જકડાયેલ વ્યક્તિને મુક્ત કરતા હતા.

વાયવ્ય અસ્ત્રઃ- મંત્ર શક્તિથી આ બાણ એટલી તેજ હવા અને ભયાનક તોફાન પેદા કરતા હતા કે ચારેય તરફ અંધારુ થઈ જતું. એ જ રીતે એકાગ્નિ અને બ્રહ્મશિરા જેવા અલગ-અલગ દેવી-દેવતાઓની શક્તિઓથી સરાબોર માંત્રિક અસ્ત્રોનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગાંડીવ -ધનુષ્ય

– કર્ણનું ધનુષ્ય- વિજય

– શ્રીકૃષ્ણનો પંચજન્ય શંખ

– ભગવાન રામનું ધનુષ્ય : કોદંડ

– દધીચિનું અસ્થિ બલિદાન અને વજ્ર

– નાગરાજ વાસુકિ

– ભગવાન શેષનાગ

– પક્ષીરાજ ગરુડ

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 18 other subscribers

Leave a Reply

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle