ૐ શા માટે ભગવાન શિવનું પ્રતિક છે? ૐ ના ઉચ્ચારણથી કેવા લાભ મળે છે

ૐ આમ તો એક ધ્વનિ છે. માનવામાં આવે છે કે સંસારમાં જો વ્યક્તિ અને તેમના દ્વારા બનાવેલી તમામ વસ્તુઓ કાઢી નાખવામાં આવે તો અવાજ આવશે તે છે ઓમકાર, જેને ઓમ કહેવામાં આવે છે. આ અર્થમાં ૐ સૃષ્ટિનો મૌલિક અને શાશ્વત અવાજ છે. હિન્દુઓએ તેને એક પ્રતીકના રૂપમાં સ્વીકાર કર્યુ. એ ભગવાન શિવનું પ્રતીક બની ગયો, કારણ કે શિવ સૃષ્ટિના આધાર તથા વિનાશના દેવતા માનવામાં આવે છે.

આ સૃષ્ટિનો અવાજ છે એટલે આગળ જતા અન્ય દેવતાઓની સાથે પણ તેનો ઉપયોગ પવિત્ર અને શુભ પ્રતીકના રૂપમાં થવા લાગ્યો. ઓમકાર પરમાત્માનો પ્રતીક છે. તેનો ઉચ્ચારણ અને ઉપયોગ બંને શુભ તથા લાભદાયક દર્શાવવામાં આવ્યો છે. ૐ ત્રણ અક્ષરોથી બનેલો શબ્દ છે જે સર્વ વિદિત છે, જેમાં ‘અ’ શબ્દનો અર્થ છે ઉત્પન્ન થવું, ‘ઉ’એટલે ઉઠવું, ઉડવું અર્થાત વિકાસ અને ‘મ’નો અર્થ મોન થઈ જવું એટલે કે બ્રહ્મલીન બની જવું છે. ૐ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ અને સૃષ્ટિનો પ્રતિનિધિ છે.

ઓમકાર વિશે સંસ્કૃતના એક શ્લોકમાં જણાવ્યા અનુસાર:-

ऊँ कार बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना:।
कामदं मोक्षदं चैव ऊँकाराय नमो नम:॥

અર્થાત ‘ઓમકાર સર્વ પ્રકારની કામનાઓને પૂરી કરનાર અને મોક્ષ આપનાર છે. એ બિંદુ સાથેના ઓમકારનું યોગીઓ નિત્યનિરંતર ધ્યાન કરે છે. એવા ઓમકારને હું નમસ્કાર કરું છું. ‘ એવો અર્થ થાય છે.

ૐ શબ્દના ઉચ્ચારણથી થાય છે શારીરિક લાભ

1. અનેક વખત ૐ શબ્દના ઉચ્ચારણ કરવાથી સંપૂર્ણ શરીર તણાવ-રહિત થઈ જાય છે.

2. જો તમને ગભરાટ અથવા ચિંતા થતી હોય તો ૐના ઉચ્ચારણથી ઉત્તમ કંઈ જ નથી.

3. આ શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે એટલે કે તણાવના કારણે ઉત્પન્ન થયેલા દ્રાવ્ય ઉપર નિયંત્રણ કરે છે.

4. આ ખૂનના પ્રવાહને સંતુલિત રાખે છે.

5. તેનાથી ચયાપચય શક્તિ વધે છે.

6. તેનાથી શરીરમાં ફરીથી યુવાવસ્થાવાળી સ્ફૂર્તિનો સંચાર થાય છે.

7. થાકથી બચવા માટે તેનાથી ઉત્તમ ઉપાય એક પણ નથી.

8. ઊંઘ ન આવવાની સમસ્યા ॐના ઉચ્ચારણથી થોડી જ વારમાં દૂર થઈ જાય છે. રાત્રે સૂતી વખતે ઊંઘ આવવા સુધી મનમાં તેના ઉચ્ચારણ કરવાથી નિરાંતની ઊંઘ આવે છે.

9. અમુક વિશેષ પ્રાણાયામનની સાથે ઉચ્ચારણ કરવાથી ફેફસા મજબૂત થાય છે.

10. ૐના પહેલી વખતના ઉચ્ચારણથી શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. આ ધ્રુજારીથી મણકાના હાડકા પ્રભાવિત થાય છે અને તેની ક્ષમતા વધી જાય છે.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સાધુઓની ધૂણી શું હોય છે? જાણો મહત્વ અને રોચક વાતો

– સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે?

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

– લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!