કૃષ્ણના શ્રાપથી અશ્વત્થામા ભટકે છે ધરતી પર, જાણો અશ્વત્થામાની અજાણી વાતો

મહાભારત કાળનો એક વ્યક્તિ જેના વિશે એવું માનવામાં આવે છે કે, તે આજે પણ જીવિત છે. આ વ્યક્તિનું નામ અશ્વત્થામા છે. તે કૌરવો અને પાંડવોના ગુરૂ દ્રોણાચાર્યનો પુત્ર હતો. મહાભારત યુદ્ધ દરમિયાન તે કૌરવો તરફથી યુદ્ધ લડ્યો હતો. પરંતુ તેને પોતાની એક ભુલને કારણે એવો શ્રાપ મળ્યો કે, જ્યાં સુધી દુનિયાનો સંપૂર્ણ નાશ નહીં થાય તે જીવિત રહેશે અને ભટક્યા કરશે.

અશ્વત્થામાને આ શ્રાપ આપનાર વ્યક્તિ ભગવાન શ્રીકૃષ્ણ હતાં. આ શ્રાપ શ્રીકૃષ્ણે એટલાં માટે આપ્યો હતો કારણ કે, અશ્વત્થામાએ પાંડવ પુત્રોની હત્યા તે સમયે કરી હતી જ્યારે તેઓ સૂઇ રહ્યા હતાં. તેણે બ્રહ્માશાસ્ત્રથી ઉત્તરાના ગર્ભને પણ નષ્ટ કરી દીધો. ગર્ભમાં જન્મ લઇ રહ્યા બાળકની હત્યાથી ગુસ્સે થઇને શ્રીકૃષ્ણે અશ્વત્થામાને ભયાનક શ્રાપ આપ્યો. અશ્વત્થામાનું આ ઘોર પાપ અનુઉચિત હતું પરંતુ તેની પાછળ એક મોટું કારણ હતું.

મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્યનો વધ કરવા માટે પાંડવોએ ખોટ્ટી અફવાઓ ફેલાંવી દીધી કે અશ્વત્થામાં મૃત્યુ પામ્યો છે. જેના કારણે દ્રોણાચાર્ય શોકમાં પડી ગયા અને પાંડવોએ અવસર જોઇને તેમની હત્યા કરી દીધી. પોતાના પિતાની છળથી થયેલી હત્યાનો બદલો લેવા માટે અશ્વત્થામાએ પાંડવ પુત્રોની હત્યા કરી. શ્રાપના કારણે માથા પર ધાવ લઇને આ સ્થાને ભટકી રહ્યો છે અશ્વત્થામા.

પાંડવ પુત્રોની હત્યા કર્યા પછી જ્યારે અશ્વત્થામા ત્યાંથી ભાગ્યો ત્યારે ભીમે તેનો પીછો કર્યો અને અષ્ટભા ક્ષેત્ર જે વર્તમાનમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સીમાની પાસે સ્થિત છે. અહીં બંન્ન વચ્ચે ગદા યુદ્ધ થયું. અહીં ભીમની ગદા જમીન સાથે ટકરાવવાને કારણે એક કુંડ બની ગયો. આ કુંડની પાસે જ અશ્વત્થામા કુંડનું પણ નિર્માણ થયું. અહીં વર્તમાનમાં પણ લોકો એવું માને છે કે, રાતના સમયે અશ્વત્થામા માર્ગથી ભુલ્યા પડ્યા લોકોને રસ્તો બતાવે છે.

દ્રોણનગરીમાં સ્થિત ટપકેશ્વર સ્વયંભૂ શિવલિંગ મહર્ષિ દ્રોણાચાર્યની માત્ર તપસ્થલી માનવામાં આવે છે. અહીં ગરીબીને કારણે દૂધ ન મળવાથી અશ્વત્થામાએ ભગવાન પાસેથી દૂધ પ્રાપ્તિ માટે છ મહિના સુધી કઠોર તપસ્યા કરી હતી. અશ્વત્થામાની તપસ્યાથી પ્રસન્ન થઇને ભગવાને તેમને દૂધ પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા અને પહેલી વાર અશ્વત્થામાએ દૂધનો સ્વાદ ચાખ્યો.

અશ્વત્થામા વિશે આટલી વાતો જાણ્યા પછી તમને એક સવાલ જરૂર થતો હશે કે અશ્વત્થામાનું નામ કઇ રીતે પડ્યું. આ નામ પાછળ પણ એક રોચક કથા છે. અશ્વત્થામાએ જ્યારે જન્મ લીધો ત્યારે તેણે અશ્વની સમાન ઘોર હણહણીયો હતો. ત્યારે જ આકાશવાણી થઇ કે આ બાળક અશ્વત્થામાના નામથી જ પ્રસિદ્ધ થશે.

અશ્વત્થામાના મસ્તિષ્ક પર જન્મથી જ એક મણિ રહલો હતો. દ્રૌપદીએ અર્જુનની પ્રાર્થના પર ગુરૂ પુત્રને પ્રાણ દાન આપી દીધા પરંતુ સજા સ્વરૂપે મણિ તેના મસ્તિષ્કથી છીનવી લીધો અને તેના વાળ કાપી નાખ્યાં. તે દિવસોમાં વાળ કાપી નાખવાનો અર્થ મૃત્યુદંડ માનવામાં આવતો હતો.

મધ્યપ્રદેશમાં મહૂની નજીક 12 કિલોમીટરના અંતરે સ્થિત વિંધ્યાચલના પહાડોમાં ખોદરા મહાદેવ બિરાજમાન છે. એવુ માનવામાં આવે છે કે, આ સ્થાન અશ્વત્થામાની તપસ્થલી છે. અહીં એવી માન્યતા છે કે, આજે પણ અશ્વત્થામા અહીં આવે છે.

મહાભારત યુદ્ધ પૂર્ણ થયા પછી કૌરવોની તરફથી માત્ર ત્રણ યોદ્ધાઓ જ બચ્યા હતાં. કૃપ, કૃતવર્મા અને અશ્વત્થામા. કૃપ હસ્તિનાપુર પાછા ફર્યા અને કૃતવર્મા દ્વારિકા. શ્રાપથી દુઃખી અશ્વત્થામાને વ્યાસ મુનિએ શરણ આપી. મધ્યપ્રદેશ, ઓડિસ્સા અને ઉત્તરાખંડના વનમાં અશ્વત્થામા જોવા મળતાની આજે પણ ચર્ચાઓ આવે છે.

મધ્યપ્રદેશના અસીરગઢના કિલ્લામાં એક પ્રાચીન શિવ મંદિર છે. ભગવાન શિવના આ મંદિરમાં દરરોજ કોણ ગુલાબ અને ફૂલ અર્પણ કરવા આવે છે આ વાત એક રહસ્ય છે. એવી માન્યતા છે કે, આ મંદિર સુધી પહોંચવાનો એક ગુપ્ત માર્ગ પણ છે. જ્યાંથી અશ્વત્થામા આવીને શિવની પૂજા કરી જાય છે.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

– ચક્રવર્તી રાજા ભરત

– વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– રાજા ભગીરથ અને ગંગા અવતરણ

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

– છત્રપતિ શિવાજી મહારાજ

– સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

– ૐ શા માટે ભગવાન શિવનું પ્રતિક છે?

– સાધુઓની ધૂણી શું હોય છે? જાણો મહત્વ અને રોચક વાતો

– સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે?

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું શું છે મહત્વ? 

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 1 other subscriber

Comments

comments

Leave a Reply

error: Content is protected !!