આપણો સાંસ્કૃતિક વારસો: આશ્રમ વ્યવસ્થા

ભારતીય સંસ્કૃતિની મહાન ભેટ તે આપણી આશ્રમ વ્યવસ્થા છે. આશ્રમ શબ્દ સાંભળતાં જ પ્રાચીન ગુરૂકુળ પ્રથાની યાદ તાજી થાય છે. જ્યાં ગુરુ- શિષ્યની  પરંપરા પ્રાદુર્ભાવ પામી છે. આ કામમાં ઋષિ-મુનિઓ તપ કરે છે. જપ કરે છે તથા શિષ્યોને માર્ગદર્શન આપે છે. જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય ભરપુર હોય છે. જ્યાં રાજાથી લઈને મુમુક્ષુઓ પોતાના અહંકારનો ત્યાગ કરવા આવે છે તે આશ્રમ.

આશ્રમ વિશે જાણીતાં દૃષ્ટાંતો જોઈએ તો મહર્ષિ દધીચિનો આશ્રમ, વજ્ર માટે દેવરાજ ઇન્દ્રની પ્રાર્થના, મહર્ષિ કણવનો આશ્રમ તથા શકુંતલાની કથા, પરાશર મુનિનો આશ્રમ મત્સ્યગંધા મહાભારતની આદિ જનની સત્યવતીની કથા, રામાયણમાં વશિષ્ઠ તથા વાલ્મિકીનો આશ્રમ તથા જ્યાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે સાંદીપની ઋષિનો આશ્રમ.

સામાન્ય રીતે આશ્રમોમાં શુદ્ધ હવા પાણી તથા પર્યાવરણ હોય છે. ગૌશાળાઓમાં ગાયોનું સંવર્ધન થાય છે. આશ્રમ એટલે શાંતિનુંદ્વાર. અહીં યોગ, પ્રાણાયમ તથા યજ્ઞો થાય છે. સ્વચ્છતા, પવિત્રતા તથા શાંતિનું દ્વાર તે આશ્રમ છે. આશ્રમ નિર્ભય બનાવે છે તેથી તે મુક્તિનું દ્વાર પણ છે.

આપણે ત્યાં ગૃહસ્થાશ્રમ એ મોટો આશ્રમ કહ્યો છે. ધન્યો ગૃહસ્થાશ્રમ, તે યોગ્ય જ કહેવાયું છે. આ ઉપરાંત અન્ય આશ્રમો પણ જાણીતા છે. જેમકે બાલાશ્રમ, વૃદ્ધાશ્રમ વિગેરે.

આશ્રમ અભ્યાસનું કેન્દ્ર છે. આશ્રમ વિશ્રામ પણ આપે છે. આશ્રમમાં નિત્ય પ્રાર્થના થતી હોય છે. યોગ તથા ધ્યાનનાં કેન્દ્રો આશ્રમો ચલાવે છે. આશ્રમમાં કંદમુળ, ફળ-ફુલની ખેતી પણ થાય છે.

આશ્રમમાં યજ્ઞશાળા, ઝરણાં તથા ઝાડપાન હોય છે. પ્રાણી તથા પક્ષીઓનો સહવાસ તથા ઉછેર આશ્રમોમાં થતો જોવા મળે છે. આશ્રમો ગામથી દુર એકાંત કે જંગલ જેવા વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં આવેલા હોય છે.

આપણે ત્યાં અનેક જાણીતા આશ્રમો આવેલા છે જેમકે, ગંગાસતીનો આશ્રમ, રામકૃષ્ણ આશ્રમ, રણછોડદાસ બાપુનો આશ્રમ, સમર્પણ આશ્રમ (શિવકૃપાનંદન), હરિરામ બાપુનો આશ્રમ, ધુનડા- જામનગર જીલ્લો), ભારતીબાપુનો આશ્રમ વિગેરે.

આપણી સંસ્કૃતિમાં ઋષિ તથા મુની બન્ને ઇશ્વર સાથે એકાકાર સાધે છે. મુનિ એકાંતમાં રહેતા હોય છે. તો ઋષિ સપરિવાર રહે છે. ઋષિ ગૃહસ્થ જીવતાં જીવતાં આધ્યાત્મિક ઉંચાઈઓ પ્રાપ્ત કરે છે.

તથા સમાજ માટે આદર્શ બને છે. સામાન્ય માણસ પોતાનું ગૃહસ્થ જીવન પસાર કરતાં કરતાં આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકે તે હેતુથી કરૂણાવત્સલ ઋષિઓ આશ્રમોનું નિર્માણ કરે છે.

આશ્રમોમાં અનુશાસનનો મહિમા ખુબ જ છે. આશ્રમમાં નિવાસ કરનારને શ્રમ કરવા છતાં થાક લાગતો નથી. આત્મા પુલકિત થઈ જાય છે. મન તથા તન બન્ને તંદુરસ્ત બને છે. ઋષિ મુનિઓએ બનાવેલ તપસ્થલી તથા સાધના સ્થળોમાં આશ્રમો નિર્માણ પામ્યા છે. આશ્રમોનાં નિર્માણ પાછળ સભ્યતા, સંસ્કૃતિ, યોગાભ્યાસ, અન્ય અભ્યાસનો ખ્યાલ રખાયો છે. ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ તથા

પરંપરાનો પ્રદર્શક આશ્રમ છે. આશ્રમમાં રહેનારને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે. જ્યાં ગુરૂજીનું સન્માન થાય છે તથા શારીરિક ઉર્જાનો સંચાર થાય છે. તે આશ્રમ છે. સાધના ધ્યાન તથા જપ માટે આશ્રમ ખુબ જ અનુકુળ છે. સાધકને ચૈતન્યની અનુભૂતિ થાય છે.

ઘણા આશ્રમોમાં આયુર્વેદને મહત્વ અપાય છે. દવાઓ તથા ઔષધિઓ બનાવવામાં આવે છે. સુંદર બાગ, વૃક્ષો, છોડની માવજત થાય છે. શુદ્ધજળ, સ્વચ્છતા, પવિત્રતા તથા પ્રેરણાનું ભાથું આશ્રમો આપે છે.

આશ્રમોના નિર્માણ પાછળ વૃક્ષારોપણ, વૃક્ષોની માવજત, પશુ-પંખીની સેવા તથા અધ્યાત્મના અનુબંધનો ઉદ્દેશ્ય રહેલો છે. આશ્રમ વાસીઓ સાદો આહર લે છે. વલ્કલ અથવા સાદાં વસ્ત્રો પહેરે છે. નિયમિત આધ્યાત્મિક અનુષ્ઠાન થતાં રહે છે. આશ્રમો સંસ્કૃતિની સુગંધ છે તથા પર્યાવરણની પારાશીશી છે. આશ્રમની અલગારી દુનિયાને આપણાં વંદન !

– ભરત અંજારિયા

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ

 ભગત શ્રી આપા મેપા

– શ્રી આપા રતા ભગત

– શ્રી આપા જાદરા ભગત

– શ્રી આપા ગોરખા ભગત

શ્રી આપા દાન મહારાજ

શ્રી આપા વિસામણબાપુ 

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!